બગસરા તાલુકામાં ફરી એકવાર વન્યપ્રાણીઓએ માઝા મુકી છે. બગસરા પંથકમાં વન્ય પ્રાણીએ માઝા મૂકી છે. જેમાં કડાયા ગામે મહેશભાઈ જારૂભાઈની વાડીમાં ખેત મજૂરી કરતા પરપ્રાંતિય પરિવારની પાંચ વર્ષિય બાળકીને સિંહ અડધો કિમી સુધી ધસડી ફાડી ખાધી હતી. આ ઘટનાની જાણ થતા ગ્રામજનોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. અને તાત્કાલિક સિંહને પાંજરે પુરવા માંગ કરી હતી. જ્યાં સુધી સિંહ પાંજરે ન પુરાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહિં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. આ ઘટનાની જાણ થતા જ વન અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને સિંહને પાંજરે પુરવા કવાયત હાથ ધરી હતી.