અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.એમ. કોલાદરાએ જિલ્લામાં મિલકત સંબંધી ગુના આચરતા ઇસમ અસ્લમ આમદભાઈ પબડા, ઉ.વ.૪૦, (રહે. બગસરા, નટવરનગર) વિરૂધ્ધ પુરાવા એકઠા કરી, પાસા દરખાસ્ત તૈયાર કરીને પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપેલ હતી. લોકોની માલ – મિલકત જેના કારણે જોખમમાં મુકાઇ શકે તેવા ઇસમોની સમાજ-વિરોધી પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, આ ઇસમ વિરુધ્ધ પાસાનું વોરંટ ઇસ્યું કર્યું હતું. એલ.સી.બી. ટીમ દ્વારા અસલમ પબડાને પાસા વોરંટની બજવણી કરીને, મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે. આ ઇસમ સામે રાજુલા, બોટાદ, જૂનાગઢ અને ગોંડલમાં જુદા જુદા આઠ ગુના નોંધાયેલા છે. આ કામગીરી પો.સ.ઈ. આર.એચ. રતન, એ.એસ.આઈ. હરેશસિંહ પરમાર, હેડ કોન્સ. આદિત્યભાઈ બાબરીયા, કુલદીપભાઈ દેવભડીંગજી, પો.કોન્સ. રમેશભાઈ સીસારા, વુ.પો.કોન્સ. રીનાબેન ધોળકીયા, ધ્રુવિનાબેન સુરાણી દ્વારા કરવામાં આવેલ છે.