બગસરાના અમરપરા ગંગામૈયા વિસ્તારમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી વિતરણ થતા જ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. આવા પાણીને લીધે આ વિસ્તારના લોકોને પીવાના પાણીના પણ ફાંફા પડી ગયા છે.
આ અંગે પાલિકામાં અનેક વખત રજુઆત કરી હોવા છતાં કોઇ કાર્યવાહી થઇ નથી, જેના લીધે આજે આ વિસ્તારની મહિલાઓએ પાલિકા ખાતે હોબાળો કર્યો હતો. જો આ પ્રશ્ન હજુ પણ યથાવત રહશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. જયારે અન્ય મહિલાઓ દ્વારા સમજૂતી કરવા પણ પ્રયાસો કરાયાં હતા કે જ્યાં સુધી સ્વચ્છ પાણી ના મળે ત્યાં સુધી આ વિસ્તારમાં પાલિકા દ્વારા પાણીના ટાંકો મુકવામાં આવે પરંતુ પાલિકાએ તેના માટે પણ ના કહી હતી. જયારે અંતમાં પાલિકા દ્વારા બને તેટલું ઝડપી પ્રશ્નનું નિરાકરણ લાવીશું તેવું આશ્વાસન આપ્યું હતું.
હાલમાં પાલિકામાં વહીવટદારનું શાસન છે ત્યારે વહીવટદાર હાજર ન હોવાથી હેડ ક્લાર્કે આ સમગ્ર મામલો થાળે પડ્યો હતો.