બગસરા તાલુકાના હામાપુર ગામે વિચિત્ર અકસ્માત થવા પામ્યો હતો. જેમાં લકઝરી બસની પાછળ ઉભેલા યુવકને બસ રીવર્સ લેતી વખતે ટેમ્પા સાથે દબાઈ જતાં છાતી અને પેટમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સુરત ખાતે રહેતા જગદીશભાઈ પરશોત્તમભાઈ ડોડીયાએ બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમનો દીકરો સિધ્ધાર્થ લકઝરી બસની પાછળ ઉભો હોય ત્યારે લકઝરી બસનાં ડ્રાઈવર જેન્તીભાઈ મોહનભાઈ વિકાણીએ લકઝરી બસ બેફીકરાઈ ભરી રીતે રીવર્સ લેતા સિધ્ધાર્થ ટેમ્પા અને બસની વચ્ચે આવી જતાં છાતી અને પેટમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સિધ્ધાર્થને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જેથી જગદીશભાઈએ ડ્રાઈવર જેન્તીભાઈ સામે બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.