જૂનાગઢ જિલ્લાના સોરઠમાં આવેલાં લાલવડરાયજીના મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. આ પદયાત્રાની શરૂઆત પરમ વૈષ્ણવ ગોકળદાસ રણછોડદાસ સિકોતરાએ કરાવી હતી. તેને અંદાજે વીસેક વર્ષ સુધી પરમ ભગવદી હરસુખભાઈ ભરખડાએ શરૂ રાખેલ હતી. ત્યાર બાદ પદયાત્રા શરૂ રાખવાની જવાબદારી પરમ ભગવદી રમેશભાઈ સિકોતરાએ રાખેલી છે અને જે અવિરત ૫૦ પદયાત્રા સુધી જળવાઈ રહી છે. ત્યારે આ પદયાત્રામાં ૫૦૦ કરતાં વધારે વૈષ્ણવોએ ભાગ લીધો હતો. શ્રી ગોપાલલાલ મંદિરનાં તમામ સંચાલકોએ વૈષ્ણવોની સરાહના કરેલ હતી. આ પદયાત્રા બાદ પ.ભ. કાન્તિભાઈ ગોકળદાસ સિકોતરાનો મનોરથ રાખેલ જેમાં અસંખ્ય વૈષ્ણવોએ લાભ લીધેલ હતો. બગસરાથી ભીયાળ પદયાત્રામાં વર્ષોથી વૈષ્ણવો માટે ભોજન સામગ્રી બનાવવા માટે સર્વ પ્રવિણભાઇ ચુડાસમા, કિશોરભાઈ મારડીયા, સુરેશભાઈ જેઠવા તેમજ આ વર્ષે ભરતભાઈ મારડીયાએ તેમજ વૈષ્ણવ બહેનોએ તેમજ અપરસ ગૃપનાં તમામ સભ્યોએ ભીયાળ મંદિરમાં સામગ્રી આપી સેવા આપેલ હતી.