જિલ્લામાં યુવાનો પર જીવલેણ હુમલો કરીને મારી નાંખવાની ધમકી આપવાની ઘટના સતત વધી રહી છે. બક્ષીપુર ભુતીયાના યુવક સાથે પણ આમ થયું હતું. જેને લઈ ચેતનભાઈ રમેશભાઈ ચૌહાણે રાહુલભાઈ સુરેશભાઈ ગોહીલ તથા પીયુષભાઈ કનુભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવની વિગત મુજબ ચેતનભાઈ તેમની નોકરી પૂર્ણ કરીને દોઢ વાગ્યા આસપાસ પંચવટી કોરાટ પરિવારની વાડી પાસે પહોંચતા આરોપીઓ તેમની મોટર સાઇકલ લઇ આવ્યા હતા અને તેમને ઉભા રખાવી ગાળો આપવા લાગ્યા હતા. જેથી તેમણે ભૂંડા ન બોલવાનું કહેતા પાઇપ તથા કોઇ ધારદાર વસ્તુ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એમ.ડી.સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.