‘‘હું છોકરી છું, છોકરો નથી……’’
‘‘છોકરી હો તો શું થયું?’’
‘‘તારી જેમ ગમે ત્યારે ગમે ત્યાં ભટકી ન શકુ…..સમજયો.’’
‘‘તો મારે શું કરવું? તારા વગર ચેન નથી,નથી ભૂખ કે ઉંઘ કંઈક રસ્તો કાઢ…..’’
‘‘મારા પ્રત્યે આટલી લાગણી? પ્રેમ કે બીજું કંઈ?’’
‘‘બસ,તુ મારી સાથે રહેે….એથી વિશેષ કશું નહી.’’
‘‘એક કામ કર, મારી તસવીર બનાવી આંખો સામે રાખજે…’’
‘‘તારી તસવીર તો મારા હૃદયમાં છે જ. પણ એ બોલતી નથી, ચાલતી નથી. મારે તો તારા પાયલનો ઝનકાર સાંભળો છે તારા ધ્રુજતા હોઠમાંથી ફુટતા શબ્દો સંભાળવા છે. શું પેલી તસવીર આવુ કરી શકે?’’ દર્શન.
‘‘ના,ચિત્ર તો ચિત્ર જ રહે…..Âસ્થર. તેમા પ્રાણ ન હોય. તો પછી તું મારા વગર રહી ન શકતો હોય તો ચાલને.ભાગી જઈએ. લગ્ન કરી……..શહેરમાં
સંતાઈ જઈએ. આપણા લગ્ન થયા પછી હું કયાંય નહી જઉ બસ………’’ બંસી.
‘‘ગામ છોડી ભાગી જવુ એ મારા દરબારી લોહીમાં નથી. આવડો આખો દરબાર ગઢ છોડી શહેરમાં સાંકડા ને ભાડાના મકાનમાં લપાઈ-છુપાઈને રહેવામાં શી ભલીવાર..!
લગ્ન કરવાનો સમય આવે ત્યારે ગામ આખાની હાજરીમાં તને ઉપાડી જઈશ. ચારફેરા ફરીશ. કોઈ માઈના લાલમાં ત્રેવડ નથી કે મને આખ કરતા રોકો. ક્ષત્રિય છું હું ને દરબાર કુળનો વંશજ…! દર્શન..
‘‘તો પછી થયુ. આપણા પ્રેમમાં ઝૂરાયા સિવાય કશુ જ નથી. લગ્ન ન થાય ત્યાં સુધી આમ જ રાત આખી યાદ કરીને તડપવા સિવાય બીજા કોઈ રસ્તો નથી.’’ બંસી
‘‘બંસી………મારી સામે જા. આ તારા ગાલ પર જમણી આંખ નીચે થોડે છેટે જે તલ દેખાઈ રહ્યો તે મને ખૂબ ખૂબ ગમે છે. અને બીજુ, તારા ચહેરાની ડાબી બાજુ બન્ને હોઠથી થોડે છેટે જે ઘાનુ નિશાન છે. તે તને કેવુ શોભે છે?!
‘‘ના,નથી ખબર. મારા વખાણ કરવા સારા નથી. બન્ને નિશાન જન્મદત જ છે. બા-બાપુએ મને કહ્યુ છે. નાનપણમાં મને કશુય લાગેલ નથી છતાં પણ એ ઘાનું નિશાન જન્મ સાથેનું જ છે……..’’
‘‘એમ….?’’ દર્શને કહ્યુ ઃ ‘‘જરા નજીક તો આવ.મને જાવા દે, મારે બન્ને નિશાની નજીકથી જાવી છે….’’ બંસી જરા નજીક સરી….દર્શન તેના બન્ને હાથની આંગળીઓથી એ તલ ને પેલા ઘસરકાના નિશાન પર પ્રેમનો લેપ કર્યો. આંગળીઓના ટેરવામાંથી શુધ્ધ પ્રેમની ધારા જાણે ટપકવા લાગી. એ ઘડીએ બંસીએ તેની આંખો બંધ કરી દીધી હતી. ત્યાં તો એકાએક એ બન્ને નિશાનીઓ પર દર્શનના નરવા ને ભીના ભીના હોઠ ફરવા લાગ્યા. બંધ આંખે બંસીને જાણે ચરમસુખ મળ્યું.
ક્ષણો પછી દર્શનના હોઠ પર બંસીએ પોતાની આંગળીઓ આડી ધરી,દૂર ખસી જઈ શરમથી બોલી ‘‘આવુ બધુ લગ્ન પછી……..અત્યારે નહી.’’
દર્શનની આંખો ઉઘડી અને ચમકી. અહી આસપાસ તેના ઓરડામાં કોઈ હતું જ નહી. આ તો બપોરના ખાણ પછી આ જરા આંખ મીંચાઈ ને સપનામાં કેવું કેવું અનુભવ્યુ. એમ વિચારે છે તો પણ બંસી તો દેહ વગર જાણે સામે દેખાઈ રહી હતી.
(ક્રમશઃ)