હા, પ્રેમમાં એમ ને એમ નથી પડાતું. શારીરિક રૂપથી અરસપરસ આકર્ષણ ઉદભવે ને પછી જ પ્રેમનો જન્મ થાય. આ સાચુ છે. વાતને ખોટી ન કહી શકાય. જા આવુ ન હોય તો ભગવાન પ્રેમને ઉત્પન્ન જ ન કરે. આ તો છે હૃદય યા હૃદયને સ્પર્શતો મધૂરો અહેસાસ! સુગંધને છુપાવી ન શકાય એ પ્રમાણે પ્રેમને
છુપાવી નથી શકાતો. જાહેર તો થાય જ પરંતુ પ્રેમમાં એવી તાકાત ભરી છે કે, પ્રેમી પોતાના પ્રિયપાત્રના શરીરની સુગંધ માણી શકે છે. અનુભવી શકે છે.
જેને કોઈ આકાર કે વિકાર નથી એ પ્રેમ! પ્રેમમાં સંબંધ દિલ-આત્મા સાથે જાડાયેલ છે. પ્રેમમાં પામવાનું ઓછું પણ સમર્પણના ભાવ વધુ હોય છે. અનેકગણુ ગુમાવવું પડે તો નવાઈ નહી. પ્રેમ એક બલા છે, પ્રેમ કોઈને કહીને કરવાની ચીજ નથી. એ તો આપોઆપ થઈ જાય છે. નજર સાથે નજર મળે……બસ, એ ક્ષણે જ પ્રેમનો જન્મ થાય! એટલે જ તો પ્રેમ શબ્દને એક ખૂબસૂરત અહેસાસ કહેવાય છે.
આવા ઉચ્ચ કોટિના પ્રેમમાં…..કંઈ પણ બોલ્યા વગર, કશુ કહ્યા વગર જ એકબીજાનાં દિલની વાત સમજવી એ જ પ્રેમની બળવત્તર પરિભાષા છે. જેમાં દુઃખ એકને હોય અને પીડાની અનુભૂતિ બીજુ કરે….એ જ સાચો પ્રેમ. દુર હોવા છતાં તદ્દન નજીક હોવાનો અહેસાસ એટલે પવિત્ર પ્રેમ!
આવા જ અલૌકિક પ્રેમમાં બંસી-દર્શનસિંહ બંધાઈ ચૂકયા હતા. બંસી તો ફળિયું વાળે,ફૂલ ચૂંટે, કયારા સાફ કરે,ઝાડને પાણી પાય,રસોઈ કરે,નાહવા જાય કે ઉંઘે કે જાગે…હરઘડી તેની આંખો સામે બસ…..દર્શનસિંહ જ હાજર હોય હવે કરવું શું?!
આજે અત્યારે રસોઈ કરતા કરતા બંસીને દર્શનની યાદ આવી. યાદ આવતા જ તે જાણે આખી ભીનીભીની થઈ ગઈ. એ ભીની થતાં જ તેના શરીરમાંથી એક તીવ્ર સુગંધ પ્રસરી ઉઠી. એવી મીઠી મીઠી સુગંધ,હા…..શરીરમાંથી ઉત્પન્ન થયેલસુગંધ હવામાં ભળી જઈ. એ જ સુંગંધ દર્શનના નાક સુધી પહોંચી.
ત્યારે બપોરનું જમણ પૂરુ કરી. દર્શન તેના ઓરડામાં આરામ હતો. કંઈ અચાનક પેલી સુગંધ પરાણે પણ તેના નાકમાં પ્રવેશી. આ સાથે જ તેણે નાભીના ઉંડાણમાંથી ઉંડો શ્વાસ ખેંચી પેલી સુગંધ….કયાંય સુધી પોતાના ફેફસામાં સંઘરી રાખી. પછી કયાંય સુધી આંખો મીંચી એમ જ પડયો રહ્યો અને બળુકો પ્રેમ.
થોડીવારમાં સમાધી તૂટી. પલંગ પરથી તે બેઠો થયો. મનમાં મનમાં હસ્યો. હસવાનું કોઈ જ કારણ ન હોવા છતાં પણ તે મોકળા મને હસી પડયો. મનોમન બોલ્યોઃ
‘‘બંસી……,મેળામાં મળશું ત્યારે એ મેળાની યાદ રહે એટલા માટે તને કંઈક ભેટ આપીશ. મેં આપેલી એ ભેટને તુ જીવનભર સાચવી રાખજે. ચાલ,મેળામાં મળીશું’’ આટલું સ્વયં બબડી ફરી પાછો એ પલંગ પર લાંબો થયો. અનિચ્છાએ પણ તેની આંખોમાં ભારણ આવ્યું. નયનો બીડાયા. ને તરત જ સપનાની નગરીમાં પહોંચી ગયોઃ
‘‘બંસી…,હવે અઠવાડિયે એકાદ-બે વારની મુલાકાત મને વસમી લાગે છે.’’ દર્શન
‘‘તો હું શું કરુ? રોજ ઉઠી..દોડીને તારી પાસે કેમ આવુ?’’ બંસી
‘‘કંઈક બહાનું કરી તું રોજ મળે તો…..મારા જીવંને શાંતિ થાય.’’
(ક્રમશઃ)