બંસીધર વિદ્યાલય, અમરેલી ખાતે હિન્દી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શાળાના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિદ્યાર્થીઓ મહેક બુટાણી, માહી કળસારા, જય મકવાણા, હર્ષિત બુટાણી, ધવલ ચાવડા, વિકાસ ચૌહાણ, લક્ષ્મી પ્રજાપતિ, મિતલ જાદવ, સરોજ રંગપરા, જાનકી ભાલુ અને કમલ ચૌહાણ સહિતના અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમણે હિન્દી ભાષામાં પોતાના વિચારો અસરકારક રીતે રજૂ કર્યા હતા. આ ઉપરાંત, જયેશ શેલે હિન્દી દેશભક્તિ ગીત રજૂ કરીને વાતાવરણમાં ઉત્સાહ ભર્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય પી.કે. વસરાએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા હિન્દીની ઉપયોગિતા અને રાષ્ટ્રભાષા તરીકેના તેના મહત્વ વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી. realescort.com.au








































