માવઠાનો માર સહન કરેલા અમુક ગામના ખેડૂતોને હજુ સરકારી સહાય મળે તે પહેલા બે દાતાઓ દ્વારા ખેડૂતોને પ્રતિ હેકટર દિઠ રૂ.૧૧૦૦૦ની સહાય જાહેર કરી હતી. બાબુભાઈ ચોડવડીયા અને દિનેશભાઈ કુંભાણી ખરા અર્થમાં ખેડૂતોના દુઃખમાં સહભાગી થયા છે. આ બંને દાતાઓના સન્માન સમયે ખેડૂત અગ્રણી અને મોટા ભંડારીયા ગામના ઉપસરપંચ જયસુખભાઈ કસવાળાએ પણ અદકેરૂ સન્માન કર્યુ હતુ.









































