સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૩૭૦ હેઠળ જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જા રદ કરવાના તેના નિર્ણય પર પુનર્વિચારની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્તીસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ એએસ બોપન્નાની બનેલી પાંચ જજાની બેન્ચે રિવ્યુ પિટિશન ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ૧૧ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ આપવામાં આવેલા ચુકાદામાં કોઈ ભૂલ નથી.
“૧૧ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ આપેલા અમારા ચુકાદાની સમીક્ષા કર્યા પછી, અમને ઓર્ડર નિયમો, ૨૦૧૩ ના નિયમ ૧ હેઠળ સમીક્ષા માટે કોઈ કેસ મળ્યો નથી,” બેન્ચે કહ્યું. તમને જણાવી દઈએ કે આ સાથે બેન્ચે રાષ્ટિપતિના આદેશને યથાવત રાખ્યો હતો. જેણે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જા છીનવી લીધો હતો. આ સમયગાળા દરમિયાન, સુપ્રીમ કોર્ટે લદ્દાખને જમ્મુ અને કાશ્મીરથી અલગ કરતા કાયદાની બંધારણીયતા પર સુનાવણી કરવાનો પણ ઇનકાર કર્યો હતો. આ સંદર્ભમાં, સુપ્રીમ કોર્ટે ભારત સરકારના જૂના વલણને ટાંકીને કહ્યું કે તે ટૂંક સમયમાં જ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી સંપૂર્ણ રાજ્યનો દરજ્જા આપશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે જમ્મુ અને કાશ્મીર રાજ્યનો દરજ્જા શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવશે. કોર્ટે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમની બંધારણીયતા પર ચુકાદો આપવાનું ટાળ્યું અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીઓ યોજવા માટે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ની અંતિમ તારીખ નક્કી કરી.
નોંધનીય છે કે ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫છ હટાવી દીધી હતી. આ સાથે જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું અને બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જા આપવામાં આવ્યો હતો.
સરકારના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરતા ડિસેમ્બર ૨૦૨૩માં સરકારના નિર્ણયને યથાવત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે કેન્દ્ર સરકાર સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કરાવે. એવું કહેવામાં આવ્યું હતું કે ૧૯૪૭માં જમ્મુ અને કાશ્મીરના ભારતમાં વિલીનીકરણ સાથે શરૂ થયેલી કલમ ૩૭૦ની જાગવાઈને નાબૂદ કરવી એ સમયની જરૂરિયાત છે. કોર્ટે કહ્યું હતું કે કલમ ૩૭૦ હંમેશા અસ્થાયી જાગવાઈ છે.
આ અરજી અવામી નેશનલ કોન્ફરન્સ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કોન્ફરન્સે કહ્યું કે કલમ ૩૭૦ હટાવવાને યોગ્ય ઠેરવતા ડિસેમ્બર ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં કેટલીક ભૂલો હતી, આવી સ્થિતિમાં કોર્ટે આ નિર્ણય પર પુનર્વિચાર કરવો જાઈએ. જા કે, કોર્ટે આ દલીલ સ્વીકારી ન હતી અને ફરીથી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.