હજારો વિરોધીઓએ ઇઝરાયેલમાં આર્મી હેડક્વાર્ટર અને અન્ય સરકારી ઇમારતો પર હુમલો કર્યો. આ દરમિયાન વિરોધીઓએ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગાઝામાં બંધક બનેલા ૧૦૦ થી વધુ બંધકોની મુકતી માટે હમાસ સાથે શાંતિ માટે દબાણ કર્યું હતું.બે અઠવાડિયા પહેલા ગાઝામાંથી છ બંધકોના મૃતદેહ મળ્યા બાદ ઈઝરાયેલમાં ફરી એકવાર વ્યાપક દેખાવો ફાટી નીકળ્યા છે. શનિવારે તેલ અવીવના કેન્દ્રમાં હજારો વિરોધીઓ ઇઝરાયેલ સરકાર વિરુદ્ધ એકઠા થયા હતા. જ્યાંથી તેઓએ આર્મી હેડક્વાર્ટર અને અન્ય સરકારી ઈમારતો તરફ કૂચ કરી હતી. કૂચમાં ભાગ લેનારા અટકાયતીઓના પરિવારોએ તેમની મુÂક્ત માટે વાટાઘાટો માટે સરકારના અપૂરતા પ્રયાસો પર તેમની હતાશા વ્યક્ત કરી હતી. ઘણા લોકોએ વાટાઘાટોમાં નિષ્ફળતા માટે પીએમ નેતન્યાહુને જવાબદાર ઠેરવ્યા હતા.
તમને જણાવી દઈએ કે ૭ ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ગાઝામાં સંઘર્ષ વધી ગયો હતો. ગાઝા પટ્ટીમાંથી લગભગ ૨૫૦૦ આતંકવાદીઓ સરહદ પાર કરીને ઈઝરાયેલમાં પ્રવેશ્યા અને લોકોને બંદી બનાવી લીધા. જે બાદ ઈઝરાયેલે ગાઝા પર હુમલો કરવાનું શરૂ કર્યું. ઈઝરાયેલનું લક્ષ્ય સમગ્ર આતંકવાદી જૂથ હમાસનો નાશ કરવાનું છે. તે જ સમયે, ઇઝરાયેલ એ સુનિશ્ચિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે તેના હુમલા દરમિયાન કોઈ નાગરિક જાનહાનિ ન થાય.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ૧૧ મહિના પહેલા શરૂ થયેલા સંઘર્ષમાં ગાઝા પટ્ટીમાંથી અત્યાર સુધીમાં લગભગ ૧૨,૦૦૦ લોકો વિસ્થાપિત થયા છે. જેમાં મુખ્યત્વે બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. સંઘર્ષ શરૂ થયો ત્યારથી, તાજેતરમાં ગાઝા પટ્ટીમાં એક શાળા પર હવાઈ હુમલો થયો, જેમાં યુએન એજન્સીના છ સ્ટાફ સભ્યો માર્યા ગયા. સંયુક્ત રાષ્ટÙની આ એજન્સી પેલેÂસ્ટનિયન શરણાર્થીઓને મદદ કરે છે.