પશ્ચિમ બંગાળ સહીત પાંચ રાજ્યોની વિધાનસભાના પરિણામો આવી ચુક્યા છે. તમિલનાડુ અને બંગાળમાં વિપક્ષોને મોટો આંચકો લાગ્યો છે. આસામમાં ભાજપે ત્રીજી વખત સરકાર રીપીટ કરી છે. વિપક્ષી ગઠબંધન જે કાગળ માત્ર પર બચ્યું હતું તેમાં તૃણમુલના મમતા અને ડીએમકેના સ્ટાલિન એ બે ચહેરા જ એવા હતા જે પોતાના રાજ્યોમાં સત્તા ટકાવી રાખવા સક્ષમ કહી શકાય તેમ હતા. એ બંને હારી ગયા છે, અને પરાજય એટલો ભૂંડો છે કે પોતાની સીટ પણ બચાવી શક્યા નથી. ઓછીવતી સીટ લઈને પોતાનો પક્ષ તો વિધાનગૃહમાં ગયો, પરંતુ પોતે બહાર રહી ગયા. વિપક્ષી એકતા અને બંને પ્રાદેશિક પક્ષો પર હવે અસ્તિત્વ બચાવવાનું સંકટ આવનારા સમયમાં ઉભું થઇ જશે. ભારતીય રાજનીતિ પર બંગાળ અને તામીલનાડુના આ સત્તા પરિવર્તનોની લાંબા ગાળાની અસર રહેવાની છે.
બંગાળ આઝાદી સમયે દેશની ચળવળોની ચેતનાનું કેન્દ્ર હતું. એક સમયે દેશની રાજકીય અને આર્થિક રાજધાની હતી. શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે લગભગ દેશના બધા અન્ય પ્રાંતો કરતા ખુબ આગળ હતું. આઝાદી બાદ બંગાળ ધીમે ધીમે દેશના બીજા ભાગો કરતા પાછળ રહેતું ગયું. પહેલા કોંગ્રેસ અને ત્યારબાદ વામપંથીઓ અને ત્યારબાદ તૃણમુલ કોંગ્રેસની સરકારોએ રૂઢીચુસ્ત માનસિકતા સાથે કામ કર્યું. બંગાળની ગતિ સ્થિર થઇ ગઈ. હવે લગભગ પાંચ દાયકા બાદ બંગાળમાં કોઈ મોટા રાજકીય પક્ષની સરકાર બની છે જેનું કેન્દ્રમાં પણ શાસન છે.
બંગાળની સરહદ બાંગ્લાદેશ જેવા રાજકીય અસ્થિર દેશ સાથે જોડાયેલી સંવેદનશીલ સરહદ છે. તૃણમુલ સરકારના સમયમાં ઘુસપેઠ ખુબ મોટા પ્રમાણમાં થઇ. બાંગ્લાદેશથી ઘુસેલા લોકોએ બંગાળીઓના હક પર તરાપ મારવા લાગ્યા. રાશનપાણી સુધી તો ઠીક સમજ્યા, પણ સ્થિતિ એ આવી કે એમના મતો દ્વારા સરકાર બનાવી શકાય છે, ટકાવી શકાય છે એવું પ્રતીત થવા લાગ્યું. તૃણમુલ સરકારે તૃષ્ટિકરણ અને વોટબેન્કની રાજનીતિમાં આંધળા થઈને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકી દીધી હતી. મજાકમાં એવું કહેવાવા લાગ્યું હતું કે જો હજુ એક વખત તૃણમુલ સરકાર બંગાળમાં બની ગઈ તો ભારતીયોએ વિઝા લઈને બંગાળમાં જવું પડશે. આ ચૂંટણીઓ થકી બંગાળમાં રાષ્ટ્રવાદી હિન્દુત્વની ઘરવાપસી થઇ છે. બંગાળના ઈતિહાસમાં ચૈતન્ય મહાપ્રભુ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રાજા રામમોહન રાય, શ્રી અરવિંદ, વંદે માતરમના રચયિતા બંકીમચંદ્ર, જનસંઘના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જી, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, શરદચંદ્ર ચેટરજી, અરવિન્દ ઘોષ, બિપિનચંદ્ર પાલ, સુરેન્દ્રનાથ બૅનરજી, રવીન્દ્રનાથ ટાગોર, ચિત્તરંજન દાસ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ, સત્યેન્દ્રનાથ બોઝ જેવી વિભૂતિઓના સ્વરૂપે સામાજિક, સાહિત્યિક, સુધારક અને રાજકીય રાષ્ટ્રવાદ બંગાળથી પ્રગટ થયો છે. રાષ્ટ્રવાદ બંગાળના મૂળમાં રહેલો છે, જેનું પુનઃ જાગરત થયું છે. ૧૯૫૧મા જનસંઘની સ્થાપના થઇ અને ૧૯૫૨મા પહેલી લોકસભાની ચૂંટણીઓ થઇ, દેશમાં જનસંઘને ત્રણ સીટો મળી તેમની બે સીટો બંગાળમાં મળી હતી. જેમાંની એક દક્ષીણ કલકત્તાની સીટ શ્યામાપ્રસાદ મુખર્જી જીત્યા હતા જે કલકત્તાના રાષ્ટ્રવાદી હિંદુ ભદ્રવર્ગનો વિસ્તાર હતો. બીજી સીટ હતી ઝારગ્રામ મેદનીપુર, જે પણ રાષ્ટ્રવાદી હિંદુ ભદ્રવર્ગનું પ્રતિનિધિત્વ કરતી હતી. આમ સાડાસાત દાયકા બાદ ભારતીય જનતા પક્ષે પોતાના મુળિયા બંગાળમાં શોધીને ફરી રોપી દીધા છે. આ વિધાનસભામાં પણ એવું આકલન બધા રાજકીય વિવેચકોનું છે કે બંગાળનો ભદ્રવર્ગ ખુલીને મોટા પાયે ભાજપને વોટ કરી ગયો છે. દંભી સેક્યુલરિઝમની જાળમાં ફસાયેલો હિંદુ હવે ત્યાંથી છટકીને બહાર નીકળી ગયો છે.
ચૂંટણી સમયે જે તે જગ્યાએ જઈને અલગ અલગ પક્ષો માટે જમીન તૈયાર કરતા રાજકીય દ્રષ્ટિહીન દલાલ પત્રકારો અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુંએન્સરો આ પરિણામોથી દુઃખી દુઃખી છે. જેના માટે પીચ તૈયાર કરાવડાવે છે અને ઘણી વખત તો રાજકીય પક્ષો કરતા પણ વધુ જમીની મહેનત કરે છે, એ ટીમ નિમ્ન કક્ષાની રમત રમીને દર વખતે હારી જાય છે. હવે હારના કારણોની શોધખોળ શરુ થઇ જાય છે. પોતાના વાસી એંઠવાડ જેવા તર્કહીન જ્ઞાન દ્વારા એકબાજુની હારનું જસ્ટિફીકેશન અને બીજી બાજુની જીતનું ગેરવાજબીપણું સાબિત કરવાની વાંઝણી મથામણો આ જંતુઓ કર્યા કરશે. એ એમની દુકાન છે. એમના માટે વધુ દુઃખદ બાબત એ છે કે એમના નેરેટીવ હવે જનતાની વચ્ચે પ્રસ્થાપિત થઇ શકતા નથી.
આ પરિણામોના કારણો સ્પષ્ટ છે, સતત અને અતિશયોક્ત મુસ્લિમ તૃષ્ટિકરણ અને હિંદુ અને હિન્દુત્વથી નફરત. તમિલનાડુમાં સનાતનને ડેન્ગ્યું અને મલેરિયા સાથે સરખાવીને મિટાવી દેવાની વાતો કરનાર ડીએમકે અને હદબહારનું મુસ્લિમ તૃષ્ટિકરણ કરનાર મમતા બેનર્જીને જનતાએ તેમની જગ્યા બતાવી દીધી છે. દેશમાં મુસ્લિમ તુષ્ટિકરણવાદી સેક્યુલર વોટબેંક રાજનીતિનો મૃત્યુઘંટ પણ વાગી ચુક્યો છે. દેશના દરેક રાજકીય પક્ષોએ એ સમજી લેવાની જરૂર છે કે હિંદુ આ દેશમાં ખાસ્સી મોટી બહુમતીમાં છે અને હવે આવનારા સમયમાં
હિન્દુત્વની સામેની ધરી પર રહીને સરકારો લાંબા સમય સુધી ચલાવવી શક્ય નહિ બને. હવે હિંદુઓને અવગણીને કે હિન્દુત્વને ગાળો બોલીને દેશના કોઈપણ રાજકીય પક્ષને રાજનીતિક સફળતા કોઈને મળી શકે નહીં. આ એક ભાવનાત્મક આંદોલન છે.
બંગાળની પ્રજાનું ખમીર, શિક્ષા જોતા આગામી સમયમાં એ હિન્દુત્વની બીજી લેબોરેટરી બની શકે છે. જો ભાજપ સરકારના પ્રયત્નો અને ઉદ્દેશો રહ્યા તો બંગાળ ગુજરાતની તરજ પર પ્રગતિ કરી જવા માટે પણ સક્ષમ છે. જેમ ગુજરાતને નરેન્દ્ર મોદી જેવું નેતૃત્વ લાંબો સમય મળ્યું તેમ બંગાળમાં સંભવ થાય તો બંગાળ બીજું ગુજરાત બની શકે છે.
ક્વિક નોટ – કોંગ્રેસે આસામ વિધાનસભા ચૂંટણીમાં ૨૦ મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખ્યા હતા જેમાંથી ૧૮ ઉમેદવારની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસે ઉભા રાખેલા ૭૯ બિનમુસ્લિમ ઉમેદવારોમાંથી માત્ર એક જ ઉમેદવારની જીત થઈ છે. છૈંંડ્ઢહ્લ ના મૌલાના બદરૂદ્દીન અજમલે કોંગ્રેસને નવી મુસ્લિમ લીગ ગણાવી છે. production@infiniumpharmachem.com










































