ઉનામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રાંત અધિકારીને વકફ કાયદાના વિરોધની આડમાં આખું બંગાળ હિંસાથી પીડિત છે તેવું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરવામાં આવી હતી. આ આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે, વકફ કાયદાના વિરોધના નામે ૧૧ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ મુસ્લિમ ટોળા દ્વારા મુર્શિદાબાદમાં કરવામાં આવેલ હિંસક પ્રદર્શન સરકાર દ્વારા કાયદો બનાવવાના વિરોધમાં નહીં પરંતુ હિન્દુઓ પરના હિંસક હુમલાના રૂપમાં હતું. જ્યારે આ કાયદો બનાવવામાં હિન્દુ સમાજની કોઈ ભૂમિકા નહોતી અને તે એક શુદ્ધ બંધારણીય પ્રક્રિયા હતી. આનો સ્પષ્ટ અર્થ એ છે કે વકફ માત્ર એક બહાનું હતું, વાસ્તવિક ઉદ્દેશ્ય મુર્શિદાબાદને હિંદુ શૂન્ય બનાવવાનો હતો. આ ઉન્મત્ત જેહાદી ટોળાએ હિંદુઓના ૨૦૦ થી વધુ ઘર તોડી નાખ્યા હતા. આ ઉપરાંત દુકાનો લૂંટી અને સળગાવી દેવામાં આવી હતી, સેંકડો હિંદુઓ ખરાબ રીતે ઘાયલ થયા અને ત્રણ નાગરિકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પરિણામે અનેક હિંદુ પરિવારોએ મુર્શિદાબાદમાંથી સ્થળાંતર કરવું પડ્‌યું હતું. આ પરિસ્થિતિમાં બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઇએ.