(એ.આર.એલ),કોલકતા,તા.૧
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી ફરી હિંસાના અહેવાલો સામે આવ્યા છે. બંગાળના મુખ્ય ચૂંટણી કમિશનરે ગુરુવારે ટ્‌વીટ કર્યું હતું કે આજે સવારે ૬.૪૦ વાગ્યે જયનગર સંસદીય મતવિસ્તારમાં બેનીમાધવપુર એફપી સ્કૂલમાંથી ટોળા દ્વારા કેટલાક અનામત ઈવીએમ અને સેક્ટર ઓફિસરના કાગળો લૂંટી લેવામાં આવ્યા હતા. બંગાળના સીઈઓ દ્વારા એક ટ્‌વટમાં કહેવામાં આવ્યું હતું કે ટોળાએ બે વીવીપીએટી મશીનો તળાવમાં ફેંકી દીધા હતા. સેક્ટર ઓફિસરેઆ મામલે એફઆઇઆર દાખલ કરી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.જણાવવામાં આવ્યું છે કે આ ઘટના બાદ સેક્ટરના બાકીના છ બૂથ પર વોટિંગ પ્રક્રિયા ચાલી રહી છે. સેક્ટર ઓફિસરને નવા ઈફસ્ અને પેપરો આપવામાં આવ્યા છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્થાનિક ગુંડાઓએ પહેલા ચૂંટણી પંચની ટીમને અહીં પ્રવેશતા અટકાવી હતી. આ પછી, વિવાદ થયો અને કેટલાક લોકોએ વીવીપીએટી ઉપાડીને નજીકના તળાવમાં ફેંકી દીધા. અહેવાલો અનુસાર, બંગાળના જાદવપુર સ્થત ભાનગરના સતુલિયા પાસે પણ હિંસાની ઘટના નોંધાઈ છે. ભારતીય સેક્યુલર ફ્રન્ટ અને સીપીઆઇ એમના સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જેમાં આઇએસએફના ઘણા કાર્યકરો ઘાયલ થયા હતા.
બીજી તરફ કોલકાતા ઉત્તર લોકસભા સીટ પર તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના ઉમેદવાર તાપસ રોય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ટીએમસીનો આરોપ છે કે ભાજપ બૂથમાં નકલી વોટિંગ કરાવી રહી છે. આ ઘટના અંગે તાપસે કહ્યું કે તે આ અંગે કંઈ જાણતો નથી. મતદાન એજન્ટો પહેલેથી જ બૂથ પર હાજર હતાં.