પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સના એક જવાનનું બુધવારે સવારે ૬ વાગ્યે બાંગ્લાદેશી નાગરિકોએ અપહરણ કર્યું. ફ્લેગ મીટિંગ પછી, જવાનને ચાર કલાક પછી બાંગ્લાદેશ દ્વારા પરત કરવામાં આવ્યો. માહિતી અનુસાર, આ સમય દરમિયાન બાંગ્લાદેશી જવાનને કેળાના ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યો હતો અને તેની સાથે દુર્વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો. આ ઘટના બુધવારે સવારે નૂરપુરના સુતિયારમાં બીએસએફ કેમ્પ નજીક ચાંદની ચોક વિસ્તારમાં બની હતી.
બીએસએફના જણાવ્યા અનુસાર, આ જવાન સરહદ પર બનાવેલી વાડની સામે તૈનાત હતો. તે જ સમયે, બાંગ્લાદેશના કેટલાક અસામાજિક તત્વોએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે આ જવાને તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેને બાંગ્લાદેશના છપાઈ નવાબગંજ જિલ્લાના ટોળાએ પકડી લીધો અને બળજબરીથી સરહદ પાર લઈ ગયો. જ્યારે અમે આ અંગે બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી, ત્યારે તેમણે કહ્યું કે જવાનનું બાંગ્લાદેશી નાગરિકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને ચાર કલાક સુધી બંધક બનાવવામાં આવ્યો હતો. પરંતુ અમે તરત જ આ મામલો અમારા સમકક્ષ બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ સાથે ઉઠાવ્યો, પછી તેઓએ થોડા કલાકોમાં જ જવાનને મુક્ત કરી દીધો.
બીએસએફે કહ્યું કે તે હવે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને અમારી સાથે છે. આ ઘટના અંગે બંને દેશોના સરહદ સુરક્ષા દળો વચ્ચે ફ્લેગ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.બીએસએફનું કહેવું છે કે તે આ ઘટના અંગે બીજેબી સાથે પોતાનો ઔપચારિક વિરોધ પણ નોંધાવશે. બોર્ડર સિક્યુરિટી ફોર્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જા અમે આવી સ્થિતિમાં ગોળીબાર કર્યો હોત, તો આ ઘટના ન બની હોત. પરંતુ અમારા સૈનિકોએ તેમનો માનવીય પક્ષ દર્શાવ્યો. પરંતુ ભવિષ્યમાં આવી ઘટના અટકાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે.
નોંધનીય છે કે વાડ સામે બીએસએફ સૈનિકોની ફરજ હંમેશા પડકારોથી ભરેલી હોય છે. ખાસ કરીને બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી, સરહદ પર મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે.