કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટે બ્રિટનમાં સ્થિતિ વધુ ખરાબ કરી છે. રોગચાળાના આ પ્રકારને કારણે અહીં એક સપ્તાહમાં લગભગ ૪૮ ટકાનો વધારો જાવા મળ્યો છે. બ્રિટિશ હેલ્થ સર્વિસના આ મોડલ મુજબ આ સમયગાળા દરમિયાન લંડનમાં દર ૨૦મી વ્યક્તિ સંક્રમિત જાવા મળે છે અને હવે છેલ્લા ૨૪ કલાકમાં ફ્રાન્સમાં કોરોના સંક્રમણના રેકોર્ડ ૧૦૦,૦૦૦ નવા કેસ નોંધાયા છે. જા કે, એક દિવસ પહેલા, અહીં કોવિડ -૧૯ ના લગભગ ૯૪ હજાર નવા કેસ નોંધાયા હતા.

ફ્રાન્સમાં કોવિડ-૧૯ અને ઓમિક્રોનના વધતા જતા કેસો સાથે ફરી એકવાર હોસ્પિટલો પર પણ ભારણ વધી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, મોટાભાગે એવા દર્દીઓ છે જેમણે રસીનો ડોઝ લીધો નથી. ક્રિસમસ પર, હોસ્પિટલોએ દર્દીઓના પરિવારોને મુલાકાત લેવાની મંજૂરી આપી હતી, પરંતુ લોકો તેમના પરિવારના સભ્યોના લીધે ઉદાસ જાવા મળ્યા હતા.

ડેવિડ ડેનિયલ સેબાગ માર્સેલી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કોરોનાના દર્દીએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે  રસીનો ડોઝ લીધો ન હતો. તેમણે કહ્યું કે આ રસી ખતરનાક નથી. તે જીવન પસંદ કરવા જેવુ વિકલ્પ છે. સામાન્ય રીતે ફ્રાન્સની હોસ્પિટલોમાં આવતા દર્દીઓની આ સ્થિતિ હોય છે.