(એ.આર.એલ),પેરિસ,તા.૮
ફ્રાન્સમાં સંસદીય ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી શરૂ થઇ હતી. ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણો જાહેર થયા બાદ પેરિસ સહિત દેશભરમાં હિંસા ફાટી નીકળી હતી. વાસ્તવમાં ડાબેરી ગઠબંધન ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણોમાં આગળ છે. ફ્રાન્સની પ્રથમ કટ્ટર દક્ષિણપંથી સરકાર બનાવવાના મરીન લે પેનના સ્વપ્નને આંચકો લાગ્યો છે. આવી સ્થતિમાં માસ્ક પહેરેલા દેખાવકારોએ તોફાન ભડકાવ્યા હતા. અહીં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અનેક સ્થળોએ આગચંપી કરી હતી. આ રમખાણોને રોકવા માટે મોટી સંખ્યામાં રમખાણ વિરોધી પોલીસ તૈનાત કરવામાં આવી છે.
ફ્રાન્સના ડાબેરી ગઠબંધનને સંસદીય ચૂંટણીના બીજા રાઉન્ડમાટ સૌથી વધુ બેઠકો મળવાની અપેક્ષા છે. ફ્રાન્સના રાષ્ટÙપતિ ઇમેન્યુઅલ મેક્રોનની પાર્ટી બીજા સ્થાને રહે તેવી સંભાવના છે પરંતુ આ પક્ષોમાંથી કોઇ એકને પણ બહમતી ન મળે તેવી શક્યતા છે જેને જાતા દેશમાં Âત્રશંકુ સરકારની સંભાવનાઓ વધી રહી છે.
નોંધનીય છે કે ફ્રાન્સની સંસદનો કાર્યકાળ ૨૦૨૭માં સમાપ્ત થવાનો હતો, પરંતુ ૯ જૂને યુરોપિયન યુનિયનમાં તેમની પાર્ટી રેનેસાંની મોટી હાર બાદ રાષ્ટપતિ મેક્રોને સંસદને સમય પહેલા ભંગ કરીને મોટું જાખમ ઉઠાવ્યું છે. મરીન લે પેનની નેશનલ રેલીને ૩૦ જૂને ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મળી હતી. તેમની પાર્ટીને સૌથી વધુ ૩૫.૧૫ ટકા વોટ મળ્યા, જ્યારે ડાબેરી ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ (દ્ગહ્લઁ) ગઠબંધન ૨૭.૯૯ ટકા વોટ સાથે બીજા ક્રમે છે. મેક્રોનની રેનેસાં પાર્ટી માત્ર ૨૦.૭૬ ટકા મત મેળવી શકી હતી. બીજા રાઉન્ડ માટે માત્ર તે જ ઉમેદવારો મેદાનમાં છે જેમને પ્રથમ તબક્કામાં ૧૨.૫ ટકાથી વધુ મત મળ્યા છે.દેશમાં ફાટી નીકળેલી હિંસાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં માસ્ક પહેરેલા વિરોધીઓ રસ્તા પર આગચંપી કરતા જાવા મળ્યા હતા. શહેરમાં અરાજકતા અને અશાંતિ ફેલાવતા જાઈ શકાય છે. આ લોકોને વિખેરવા માટે મોટી સંખ્યામાં પોલીસ પણ હાજર હતી. રિપોર્ટ અનુસાર, ચૂંટણી પરિણામોમાં ફ્રાન્સની રાજનીતિમાં નોંધપાત્ર ફેરફાર જાવા મળ્યો. જ્યારે ડાબેરી ગઠબંધન બહુમતીનો દાવો કરવા તૈયાર હતું ત્યારે અહીં રાજકીય ઉથલપાથલ હતી. જેના કારણે પેરિસમાં ઉજવણી અને હિંસાનું મિશ્ર વાતાવરણ જાવા મળ્યું હતું.
ચૂંટણી પછીના પ્રારંભિક વલણોમાં ને સૌથી વધુ બહુમતી મળવાની આગાહી કરવામાં આવી હતી. ઇમેન્યુઅલ મેક્રોનની સત્તાધારી પાર્ટી બીજા અને રાઇટ વિંગ નેશનલ રેલી ત્રીજા સ્થાને આવી શકે છે. ગુસ્સે ભરાયેલા લોકો પેરિસના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. પોલીસ અધિકારીઓ ભીડને કાબૂમાં લેવામાં વ્યસ્ત હતા. એટલું જ નહીં, હિંસા દરમિયાન અધિકારીઓએ ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. કથિત રીતે વિરોધ કરનારાઓએ મોલોટોવ કોકટેલ ફેંકી અને ધુમાડો ઉભો કરવા ફટાકડા ફોડ્યા હતા.