કોરોના વાયરસનું સંક્રમણ ફરી એક વખત ગંભીર રૂપ લેતું નજરે પડી રહ્યું છે. ફ્રાંસમાં કોરોના મહામારીની આ પાંચમી લહેર આવવાની જોણકારી મળી રહી છે. જોણકારોનું કહેવું છે કે ફ્રાન્સમાં આ લહેર પહેલાથી વધારે ખતરનાક સાબિત થઈ શકે છે કોરોના વાયરસ મહામારી અત્યાર સુધી ખતમ થઈ નથી. કોઈક ને કોઈક દેશમાં તે પોતાનો કેર વર્તાવી રહી છે. ફ્રાન્સમાં કોરોના વાયરસની પાંચમી લહેરની શરૂઆત થવાના સમાચાર સામે આવી રહ્યા છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રીએ દેશમાં કોરોના મહામારીની પાંચમી લહેરની શરૂઆત થવાની પુષ્ટિ કરી છે.
તેમણે કહ્યું કે એ પહેલા અમારા પાડોશી દેશોમાં પણ પાંચમી લહેર આવી ચૂકી છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરને ફ્રાન્સની મીડિયા સંસ્થા ્‌હ્લને કહ્યું કે આપણને દેશમાં કોરોના મહામારીની પાંચમી લહેરની શરૂઆત જેવી સ્થિતિ દેખાઈ રહી છે. આપણાં પાડોશી દેશોમાં આ લહેર પહેલા જ આવી ચૂકી છે. પાડોશી દેશોના ડેટાને જોતા લાગી રહ્યું છે કે પાછલી લહેરોની તુલનામાં વધારે ગંભીર થઈ શકે છે. ઓલિવિયર વેરને કહ્યું કે અમે લોકોએ અપીલ કરી રહ્યા છીએ કે તેઓ કોવિડ પ્રોટોકાલનું પાલન કરે.
વધારે વેક્સીનેશન અને સ્વચ્છતાના ઉપાયો સાથે આપણે પાંચમી લહેરને નબળી કરી શકીએ છીએ. સંભવ છે કે આપણે તેને સંપૂર્ણ રીતે હરાવી દઈએ. ફ્રાન્સમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના કારણે ૭૩.૪૬ લાખથી વધારે કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે. કોરોના વાયરસના કારણે ફ્રાન્સમાં ૧.૧૯ લાખથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. મોટા ભાગના દેશમાં કોરોનાની બીજી લહેર વધારે ખતરનાક સાબિત થઈ હતી. પછી તે ભારત હોય કે કોઈ અન્ય દેશ.
આ પહેલા પણ એવા ઉદાહરણ છે જેમ કે વર્ષ ૧૯૧૮થી વર્ષ ૧૯૨૦ વચ્ચે સ્પેનિશ ફ્લૂના કારણે દુનિયાભરમાં લગભગ ૫૦ કરોડ લોકો સંક્રમિત થયા હતા અને ૫ કરોડ લોકોના મોત થયા હતા. આ મહામારીએ પણ પોતાની બીજી લહેરમાં વધારે કેર મચાવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં કોરોના વાયરસની બીજી લહેરથી સૌથી વધારે યુરોપિયન દેશ પ્રભાવિત થયા. બ્રિટન, ફ્રાંસ, બેલ્જિયમ, ઈટાલી, નેધરલેન્ડ, સ્પેસ અને સ્વીડનમાં કોરોના વાયરસની બીજી લહેરે વધારે તબાહી મચાવી હતી. એટલું જ નહીં અમેરિકામાં પણ ગત વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે આવેલી કોરોના વાયરસની બીજી લહેરે લાખો લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.