બુધવારે ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા વિઝન ફોર વાઈલ્ડ લાઈફ કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર વડેરા ખાતે પરપ્રાંતીય શ્રમિક પરિવારની સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળ ઉછેર, સગર્ભા અવસ્થાની કાળજી, સરકારની આરોગ્ય સેવાઓ તથા વાડી વિસ્તારમાં વન્યજીવો સાથે સહજીવિતાના મુદ્દે જાગૃતિ અપાઈ હતી. સાથે જ સીંગ, દાળિયા અને ગોળનું પૌષ્ટિક આહાર રૂપે વિતરણ કરાયું હતું. વડેરા અને રંગપુર ગામની વાડી વિસ્તારમાં રહેતી ૩૨ સગર્ભા અને ધાત્રી બહેનોને આ કાર્યક્રમનો લાભ મળ્યો હતો.







































