મહુવાના કુંભણ ગામે રહેતા અને લુહારી કામ કરતાં સુધીરભાઈ જસુભાઈ વાઘેલા (ઉ.વ.૨૩)એ મેરીયાણા ગામના અલ્પેશભાઇ મનસુખભાઇ ખાતરાણી, હિતેષભાઇ મનસુખભાઇ ખાતરાણી તથા જીતેન્દ્રભાઇ લાભુભાઇ ખાતરાણી સામે કરેલી ફરિયાદ મુજબ, તે અલ્પેશભાઈ ખાતરાણીની ભત્રીજી સાથે ફોનમાં વાત કરતા હતા. જેથી આરોપીને સારું નહીં લાગતાં પ્લાસ્ટિકની પાઇપ વડે ફટકાર્યો હતો અને સાહેદ રાહુલભાઈને ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.ડી.નાંદવા વધુ તપાસ કરી રહ્યા છે