રાજુલાના ખાંભલીયા ગામે ફોનમાં રાખેલા સ્ટેટ્સના મનદુઃખમાં યુવકને ગાળો બોલી ધમકી આપવામાં આવી હતી. આ અંગે પ્રવિણભાઈ રામભાઈ સાંખટ (ઉ.વ.૪૧)એ ભવાનભાઇ સાદુળભાઇ શિયાળ તથા નરસિંહભાઇ ભવાનભાઇ શિયાળ સામે ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ, તેમના નાના દીકરા વિવેકે સાત મહિના પહેલા મોબાઈલમાં રાખેલા સ્ટેટ્સને લઈ તેઓ વાડીએથી ઘરે જતા હતા ત્યારે બંને આરોપીએ મોટર સાયકલ રોકાવી મુંઢમાર માર્યો હતો. તેમજ જાહેરમાં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી. એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.






































