ફેક ન્યૂઝ સામાન્ય લોકો માટે કેટલા ખતરનાક હોય છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઘણી જગ્યાએ નાની મોટી લડાઈઓથી લઈને ચૂંટણી હિંસા થઈ છે. હવે તેના પર લગામ કસવાની તૈયારી છે. સંસદીય પેનલ ઓન ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજીએ પરંપરાગત અને ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ માટે ઘણા સુધારાની ભલામણ કરી છે.
રિપોર્ટસ અનુસાર આઇટી પેનલે તેના રિપોર્ટમાં ટેલિવિઝન રેટિંગ પોઈન્ટનું મૂલ્યાંકન કરવા અને ફેક
ન્યૂઝ સામે લડવા માટે સમર્પિત કાયદો રજૂ કરવા માટે ‘રાષ્ટ્રવિરોધી’ વલણને વ્યાખ્યાયિત કરવા માટે વધુ સારી સિસ્ટમનો સમાવેશ કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પેનલે તેના રિપોર્ટમાં પેઇડ ન્યૂઝ, ફેક ન્યૂઝ, ટીઆરપી સાથે ચેડા, મીડિયા ટ્રાયલ, પક્ષપાતી રિપો‹ટગ જેવા મામલાઓનો ઉલ્લેખ કર્યો છે. ફેક ન્યૂઝના મામલે નિષ્ણાતોએ કહ્યું કે ફેક ન્યૂઝ મીડિયાની વિશ્વસનીયતા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે, તે સ્વસ્થ લોકશાહી માટે સારું નથી અને જો સ્વસ્થ લોકશાહીને યોગ્ય રીતે ચલાવવી હોય તો તે મીડિયાની સાચી માહિતીના પ્રસારણ દ્વારા જ શક્ય છે.
માહિતી અનુસાર, નવા સોશિયલ મીડિયા અને ઇંટરમિડિયરી ગાઇડલાઇન્સ માટે સરકારની પણ પ્રશંસા કરવામાં આવી છે, સાથે જ માહિતી અને પ્રસારણ મંત્રાલયને વિનંતી કરવામાં આવી છે કે તે જમીની સ્તર પર કેવી રીતે કામ કરી રહ્યું છે તેના પર ફીડબેકઆપે. આ અંગે નિષ્ણાતોએ કહ્યું, ‘સમિતિ અપેક્ષા રાખે છે કે આ માર્ગદર્શિકા ડિજિટલ મીડિયા કંટેન્ટને રેગ્યુલેટ કરવામાં પણ ઉપયોગી થશે અને બંને મંત્રાલયો એવી રીતે સાથે મળીને કામ કરશે જેથી ખાતરી કરી શકાય કે ડિજિટલ મીડિયા પણ આચાર સંહિતાનું પાલન કરે છે.’ સમિતિને એ પણ કહેવામાં આવ્યું છે કે એવી સિસ્ટમ સ્થાપિત કરવા માટે ચર્ચા ચાલી રહી છે જેમાં તમામ પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ઓનલાઈન પ્લેટફોર્મ સમાન નિયમોને આધીન હોય. રિપોર્ટ અનુસાર, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા સિવાય, ડિજિટલ મીડિયા, સિનેમા અને અહેવાલ મુજબ, etflix અને Hotstar જેવા ઓવર ધ ટોપ  પ્લેટફોર્મ પણ પ્રસ્તાવિત કાયદા હેઠળ કામ કરશે. રિપોર્ટ અનુસાર, મીડિયા સેક્ટર માટે બનાવવામાં આવી રહેલા કાયદામાં પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ઓનલાઈન પ્લેટફોર્મ આવરી લેવામાં આવશે. પ્રસ્તાવિત કાયદો પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયા, સિનેમા અને નેટફ્લિક્સ અને હોટસ્ટાર જેવા્‌્‌ પ્લેટફોર્મને પણ લાગુ પડશે તેમ કહેવાય છે.
રિપોર્ટ અનુસાર, સંસદીય સમિતિએ ફરીથી કેટલાક અખબારોમાં કથિત ફેક ન્યૂઝ અંગે ચિંતા વ્યક્ત કરી છે. માહિતી અનુસાર, એવું જોણવા મળ્યું છે કે પ્રેસ કાઉન્સિલલ ઓફ ઈન્ડિયા દ્વારા સેન્સર કરવામાં આવ્યું હોવા છતાં, કેટલાક ‘ભૂલ કરનાર અખબારો એ જ ભૂલોનું પુનરાવર્તન કરી રહ્યા છે’, જ્યાં સુધી બ્યુરો આૅફ આઉટરીચ એન્ડ કોમ્યુનિકેશનની નીતિ મુજબ ભારત સરકારની નીતિ હેઠળ તેમની સરકારી જોહેરાત થોડા સમય માટે બંધ થઈ નથી. ૨૦૧૬ અને ૨૦૨૦ ની વચ્ચે, પીસીઆઇએ ૧૦૫ કેસોની નિંદા કરી હતી, જેમાંથી ૭૦ને બીઓસીદ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પીસીઆઈએ સમિતિને જોણ કરી છે કે તેને ઈલેક્ટ્રોનિક મીડિયા વિરુદ્ધ (ટીઆરપી અંગે) ઘણી ફરિયાદો મળી છે, પરંતુ તેના હાથ બંધાયેલા છે કારણ કે તે તેના ક્ષેત્રમાં નથી આવતું. તેથી, પીસીઆઈએ સરકારને પ્રેસ કાઉન્સિલલ એક્ટ, ૧૯૭૮ હેઠળ એક કાયદો ઘડવાનું કહ્યું છે, જેના કાર્યક્ષેત્ર હેઠળ તમામ પ્રકારના મીડિયા પ્લેટફોર્મ્સ – પ્રિન્ટ, ઈ-પેપર, ન્યૂઝ પોર્ટલ, સોશિયલ મીડિયા, સિવાય ઈલેક્ટ્રોનિક મીડિયાને પણ આવરી લેવા જોઈએ. આ ઉપરાંત, સંસદીય સમિતિએ નેટવર્ક નિયમો, ૨૦૧૪ હેઠળ કોઈપણ ‘રાષ્ટ્ર વિરોધી વલણ’ પર પ્રતિબંધની વ્યાખ્યા સ્પષ્ટ કરવાનું પણ સૂચન કર્યું છે.