આપણે જાણીએ છીએ કે આજે રોજબરોજ ફૂલોનો ઉપયોગ ખુબ જ વધવા લાગ્યો છે અને મુખ્ય ફૂલપાકો જેવા કે ગુલાબ, રજનીગંધા, સેવંતી, ગ્લેડીયોલ્સ વગેરેના કટ ફલાવરનું ખૂબ જ મહત્વ છે.
ફૂલોનો પાક સામાન્ય રીતે તો પેરીશેબલ એટલે કે કાપણી પછી જલ્દીથી બગડી જાય તેવો હોઈ કાપણી બાદ આ ખૂબ જ કિંમતી ફૂલોનો આનંદ લેવા માટે તેમજ તેનો પુરેપુરો ઉપયોગ કરવા માટે કાપણી બાદ એવી માવજતો આપવી જરૂરી છે કે જેથી ફૂલોને કાપણી પછી લાંબો સમય સુધી સાચવી શકાય તેમજ ગુણવત્તા ઘટતી અટકાવી શકાય.
કાપણી પછીની માવજતોના ફાયદા
> ફૂલોને લાંબો સમય સુધી સાચવી શકાય.
> ફૂલોની ગુણવત્તાને ઘટતી અટકાવી શકાય.
> ફૂલોની મૂલ્યવર્ધકતા વધારી શકાય.
> ફૂલોનું દૂરના અંતર સુધી પરિવહન કરી શકાય.
> ફૂલોની બજાર કિંમત મેળવી શકાય.
> કટ ફ્લાવર તેમજ છૂટા ફૂલોની નિકાસમાં વધારો થાય છે જે હૂંડિયામણ કમાઈ આપે છે.
ફૂલોની ગુણવત્તા સુધારવા કાપણી પછીની માવજતો
કાપણીનો સમય: કાપણી માટેનો સમય પણ કાપણી પછીની એક અગત્યની માવજત છે. યોગ્ય સમયે કાપણી કરવાથી ફૂલો તેમજ દાંડીવાળા ફૂલોની સેલ્ફ લાઈફમાં વધારો થાય છે. સામાન્ય રીતે કાપણી વહેલી સવારે અથવા મોડી સાંજના સમયે કરવી જાઈએ. આમ કરવાથી ફૂલો તેમજ દાંડીમાંથી પાણી ઘટવાની પ્રક્રિયામાં ઘટાડો થાય છે પરિણામે તેની બગડવાની ઝડપ ઘટે છે.
કાપણીના તબકકા
કાપણી વખતે ફૂલો તેમજ દાંડીવાળા ફૂલોમાં વિકાસનો તબકકો ધ્યાને રાખવો ખુબ જ અગત્યનું છે. વિકાસનું સ્ટેજ જુદા જુદા ફૂલપાકોમાં અલગ અલગ હોય છે અને તેને ધ્યાને લઈ દાંડીની કાપણી કરવામાં આવે તો ફૂલના ટકાઉપણામાં વધારો જાવા મળે છે. મુખ્ય
ફૂલપાકોમાં નીચે પ્રમાણેના સ્ટેજ ધ્યાને લેવામાં આવે છે.
> વિવિધ ફૂલપાકોમાં કાપણીના તબકકા
> ફૂલનું નામ કાપણીનું સ્ટેજ
> રજનીગંધા દાંડીનું નીચેનું એક અથવા બે ફૂલ ખીલ્યા હોય ત્યારે
> ગુલાબ કળી અવસ્થા (જેની ખીલવાની તૈયારી થઈ હોય)
> ગ્લેડીયોલસ કળી અવસ્થા (નીચેની પ્રથમ કળી ખીલ્યે)
> સેવંતી બહારની પાંદડી ખુલવાનું બંધ કરી દે ત્યારે
> કાર્નેશન ખીલેલ ન હોય તેવી પાંખડીઓ/ફૂલ કળી અવસ્થા