શોર્ટિંગઃ
(૧) ફૂલો તેમજ ફૂલદાંડીઓને કાપ્યા બાદ તરત જ તેમનું સોર્ટિંગ કરવું જોઈએ. જેમાં કાપણી કરેલ ફૂલોમાંથી રોગિષ્ટ, જીવાતવાળા, સુકાયેલા તેમજ સામાન્ય જણાતા તમામ પ્રકારના ફૂલો અથવા દાંડીઓને દૂર કરી નાખવામાં આવે છે.
(ર) જેથી જે ફૂલો બજારમાં મોકલવાના છે તેમાં કોઈપણ ફૂલો ઓછી ગુણવત્તા અથવા બજારમાં ના ચાલે તેવા આવી ના જાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. સામાન્ય રીતે યાંત્રિક મશીનોથી કાપણી કરવામાં આવતી હોય ત્યારે ખેતરમાંથી કોઈપણ પ્રકારના ફૂલોની કાપણી કરી નાખવામાં આવતી હોય છે. આવા સમયે શોર્ટિંગ કરવું ખાસ જરૂરી છે.
કેળવણી (ટ્રીમિંગ): ફૂલોનું ગ્રેડિંગ કર્યા બાદ તેનું ટ્રીમિંગ કરવામાં આવે છે. જેમાં ફૂલોમાં રહેલા બિનજરૂરી પાંદડાઓ તેમજ ઘણા ફૂલો જેવા કે ગુલાબમાં રહેલા કાંટા વગેરેને
કાળજીપૂર્વક દૂર કરી દરેક ફૂલો તેમજ દાંડીઓને વ્યવસ્થિત અને એકસરખી દેખાવની બનાવવામાં આવે છે.
સફાઈઃ ફૂલોની કાપણી બાદ તેની સાફ-સફાઈનું ખુબ જ મહત્વ હોય છે. જેમ કે
(૧) ફૂલોની ધોલાઈ: ફૂલોને હળવે હાથે પાણીમાં ડૂબાડી, ધોઈ તાત્કાલિક નરમ બ્રશથી ધોવામાં આવે છે. આમ કરવાથી ફૂલો પર ચોંટેલા ધૂળના રજકણો વગેરે સાફ થઈ જવાથી ફૂલો ખુબ જ સુંદર લાગે છે અને તેનું મૂલ્ય વધે છે.
(૨) સોટિંગ: કાપણી પછી તરત જ ફૂલોની દાંડીઓને ર થી ૩ કલાક સુધી ઠંડા પાણીમાં ડૂબાડી રાખવાથી ફૂલદાંડીના જીવન સમયમાં વધારો થાય છે.
(૩) સેનિટેશન: કાપણી પછીની ફૂલદાંડીની સાચવણી માટેની વ્યવસ્થા માટે તમામ પ્રકારના સાધનોની ચોખ્ખાઈ રાખવી ખુબ જ જરૂરી છે. ઘણી પ્રકારની ફૂગ અહી વિકસીત થાય છે જે
ફૂલોની ગુણવત્તા ઘટાડે છે.
» જૂડી બનાવવી: ફૂલની દાંડીઓ ઉપરોકત પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ બજારમાં મોકલતા પહેલા તેની જરૂરિયાત મુજબની જૂડીઓ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ગ્લોડીયોલસ અને રજનીગંધાની સિંગલ જૂડી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે દરેક જૂડીમાં પ, ૧૦ અથવા રપ દાંડીઓ બાંધીને
પોલીથીલીન વીંટાળવામાં આવે છે.
» રસાયણની માવજત (પર્ટિસગ અથવા હાઈડ્રેશન): કેટલાક કટ ફલાવર્સની કાપણી પછી તુરંત જ થોડા સમય માટે ફૂલોની દાંડીઓને રસાયણના દ્રાવણમાં બોળી રાખવામાં આવે છે અને ત્યારબાદ બજારમાં મોકલવામાં આવે છે. જેનાથી ફૂલોની લાઈફમાં વધારો થાય છે તેમજ તેની ગુણવત્તા જળવાઈ રહે છે અને બગડતા અટકે છે. ઘણી વખત રસાયણોને બદલે ખાલી શુદ્ધ પાણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ માવજત માટે મોટેભાગે સિલ્વર થાયોસલ્ફાઈડ (ર૦૦ થી ર૫૦ પી.પી.એમ.) અથવા સકોઝ (૧૫ થી ૨૦ ટકા) અથવા ૮ એચ.કયુ.એસ. (૨૦૦ પીપીએમ) ની બે થી ત્રણ કલાકની માવજત આપવામાં આવે છે.
» ફૂલોની સાચવણી માટેના રસાયણો (ફલોરલ પ્રીઝર્વેટીવ્ઝ)નો ઉપયોગ: કેટલાક રસાયણો જેવા કે મેટાલિક સોલ્ટ, વૃધ્ધિવર્ધકો, સકરોઝ, સાઈટ્રિક એસિડ, કોબાલ્ટ, સિલ્વર નાઈટ્રેટ વગેરેનો ફૂલોને લાંબા સમય સુધી સાચવવા માટે ઉપયોગ થાય છે. આ પધ્ધતિમાં દાંડીઓના છેડાને દ્રાવણમાં ડૂબાડી રાખવામાં આવે છે. આ માવજત સામાન્ય રીતે દાંડીવાળા ફૂલોને કાપણી પછી સાચવી રાખી બજારમાં વધારે ભાવ મેળવવા માટે અથવા કોઈ ડેકોરેશનના હેતુ માટે દાંડીઓને લાંબા સમય સુધી સાચવવાની જરૂરિયાત હોય ત્યારે કરવામાં આવે છે. આ પધ્ધતિ વડે સામાન્ય રીતે ૮ થી ૧૦ દિવસ સુધી દાંડીવાળા ફૂલોને સાચવી શકાય છે. રજનીગંધા જેવા ફૂલોની ગુલછડી ૧૫ થી ર૦ દિવસ સુધી સાચવી શકાય છે.
ફૂલોની સાચવણી માટેના રસાયણો અને તેનું પ્રમાણ
ક્રમ રસાયણ પ્રમાણ (પીપીએમ) ક્રમ રસાયણ પ્રમાણ (પીપીએમ)
૧. એલ્યુમિનિયમ સલ્ફેટ ૪૦૦-૫૦૦ ૭. મેલીક હાઈડ્રોઝાઈડ ૦.૪%-૦.૫%
૨. સકોઝ ૪-પ ટકા ૪-૫ % ૮. કોબાલ્ટ સોલ્ટ ૧૦૦-૨૦૦
૩. સિલ્વર નાઈટ્રેટ ૨૦૦-૩૦૦ ૯. બોરિક એસિડ ૨૫૦-૩૦૦
૪. સાઈટ્રિક એસિડ ૩૦૦-૪૦૦ ૧૦. કેલ્શિયમ ક્લોરાઈડ ૧૦૦૦
પ. ૮ એચ.ક્યુ.એસ. ૪૦૦-૫૦૦ ૧૧. કેલ્શિયમ નાઈટ્રેટ ૦.૦૫%-૦.૦૬%
૨. સિલ્વર થાયોસલ્ફાઈટ ૨૦૦-૩૦૦
» પ્રી-કુલિંગ (થર્મફેશ અલ્ટ્રા હાઈ હયુમિડિટી સિસ્ટમ): આ પધ્ધતિ સામાન્ય રીતે પ્લોટમાંથી કાપણી કરી લઈ આવેલ દાંડીઓમાં રહેલ ગરમી દૂર કરવા માટે માવજત આપવામાં આવે છે માટે ભેજની માવજત
આપી દાંડીમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવામાં આવે છે. આ પધ્ધતિમાં ભેજનું પ્રમાણ ૯૬-૯૮ ટકા અને તાપમાન લગભગ ૩-૪૦ સે. જેટલું કરવામાં આવે છે. ભેજવાળી હવા આખા રૂમમાં ફેલાવી દેવામાં આવે છે.
» પેકિંગ: દૂર કે નજીકનાં અંતરે દાંડીવાળા ફૂલોને મોકલવા માટે
પરિવહન દરમિયાન થતુ નુકસાન અટકાવવા માટે તેમજ વહનના સમય દરમિયાન ફૂલદાંડીઓની લાઈફમાં વધારો થઈ શકે અને બગડતાં અટકે તે માટે પેકિંગની માવજત ખૂબ જ અગત્યની છે. જુદા જુદા ફૂલ માટે અલગ અલગ પેકિંગની વ્યવસ્થા કરવામાં આવે છે. દૂરના અંતરે ફૂલદાંડી મોકલવામાં આવતી હોય ત્યારે પેકિંગ સાથે ઠંડા તાપમાનની માવજત ખૂબ જ અગત્યની છે. સામાન્ય રીતે ફૂલદાંડી એટલે દાંડીઓની લંબાઈ પ્રમાણેના બોકસ અથવા પોલીથીલીન/ન્યૂઝપેપર/સોફટ પેપર/ સેલોફેન પેપરમાં ફોઈલ કરી આ ફોઈલને મોટા બોકસમાં પેક કરવામાં આવે છે. પેકિંગ વખતે બોકસમાં કેટલુંક નરમ મટીરિયલ્સ મુકવામાં આવે છે. જેથી દાંડીઓને નુકસાન ન થાય. આ ઉપરાંત દરેક ફોઈલ કે બોકસમાં ફૂલોના પ્રકાર પ્રમાણે કાણાં (વેન્ટિલેશન) રાખવામાં આવે છે.