પરિણીતાએ સાસરિયા વિરૂધ્ધ વડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
મોટી કુંકાવાવ ગામે રહેતી એક યુવતીના લગ્ન બાબરાના ફુલઝર ગામે રહેતા યુવક સાથે થયા હતા.
લગ્નના થોડા દિવસો સુધી બરાબર રાખ્યા બાદ કનડગત શરૂ કરી હતી. સાસરિયાનો સિતમ સહન નહીં થતાં પિયર પરત ફરીને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે હાલ મોટી કુંકાવાવ ખાતે રહેતી જિજ્ઞાબેન ભરતભાઈ રાદડીયા (ઉ.વ.૩૦)એ ફુલઝર ગામે રહેતા પતિ ભરતભાઈ વાલજીભાઈ રાદડીયા, સસરા વાલજીભાઈ ભગવાનભાઈ રાદડીયા, સાસુ હંસાબેન વાલજીભાઈ રાદડીયા તથા નણંદ હેતલબેન વાલજીભાઈ રાદડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ તેમને અવારનવાર મેણાટોણા મારી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપતા હતા. સાસુ-સસરા, નણંદે તેમના પતિની કાન ભંભેરણી કરતાં મુંઢમાર માર્યો હતો. વડીયા પોલીસ સ્ટેશના હેડ કોન્સ્ટેબલ એચ.કે. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.