અમરેલી જિલ્લામાં પોલીસની કડક કાર્યવાહી છતાં કસાઈઓ પશુઓ પર ક્રુરતા કરી રહ્યાં છે. પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની ઘટના ભુતકાળમાં અનેકવાર બનવા પામી છે ત્યારે બાબરાના ફુલઝર ગામેથી પોલીસે કતલખાને ધકેલાતા ૭ જીવોને બચાવી લીધા હતા. ભાવનગરના શિહોરમાં રહેતા વસીમભાઈ રહીમભાઈ સૈયદ તેમની બોલેરોમાં ૭ પાડાને ટૂંકા દોરડા વડે બાંધી કતલખાને લઈ જતાં ઝડપાયા હતા. પોલીસે પાડા, બોલેરો મળી કુલ ૨,૪૯,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.