ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે અને ઈÂન્ડયન આઈડલ ૧૨ના વિનર પવનદીપ રાજનનો બીજો મ્યૂઝિક વીડિયો ‘ફુરસત’ રિલીઝ થઈ ગયો છે. પહેલા વીડિયોમાં પવનદીપ રાજનની સાથે અરુણિતા કાંજીલાલે એક્ટિંગ કરી હતી. જો કે, બીજો વીડિયોમાં અરુણિતાને સાઉથની એક્ટ્રેસ ચિત્રા શુક્લાએ રિપ્લેસ કરી છે. પવનદીપ અને અરુણિતાનું બોન્ડિંગગ તો હટકે છે જ પરંતુ બીજો વીડિયોમાં પવનદીપની ચિત્રા શુક્લા સાથેની કેમેસ્ટ્રી બધાને પસંદ આવી રહી છે. ફુરસત સોન્ગ ૧૬મી ડિસેમ્બરે રિલીઝ થયું છે અને અત્યારસુધીમાં (લખાઈ રહ્યું છે ત્યારે) ૨૨ લાખથી વધારે વ્યૂ મળી ચૂક્યા છે. વીડિયોમાં પવનદીપ અને ચિત્રા વચ્ચેની ક્યૂટ મોમેન્ટ છે તો એકબીજો સાથે ડાન્સ પણ કરતા જોવા મળી રહ્યા છે. પવનદીપ અને અરુણિતા દ્વારા અવાજ આપવામાં આવેલા આ સોન્ગના લિરિક્સ અરફત મેહમૂદ અને મુકેશ મિશ્રાએ લખ્યા છે જ્યારે કાશી કશ્યપે મ્યૂઝિક આપ્યું છે. મ્યૂઝિક વીડિયો પર રિએક્ટ કરતાં એક ફેન પેજે લખ્યું છે મને આ સોન્ગ ખૂબ ગમ્યો. ફુરસતની આખી ટીમને સલામ. એક ફેને લખ્યું છે ખૂબ જ સરસ સોન્ગ. આખી ટીમને ઓલ ધ બેસ્ટ, ખાસ કરીને પવનદીપને. આ સિવાય એકે લખ્યું છે ‘વધુ એક બ્લોકબસ્ટર સોન્ગ, પવનનો અવાજ જોદુઈ છે’. તો એક ફેને પવનદીપ અને ચિત્રા શુક્લાની જોડીને વખાણી છે. આ સિવાય અરુણિતાની એક ફેને તેની ગેરહાજરીને લઈને સવાલ ઉઠાવ્યો છે. થોડા દિવસ પહેલા જ અરુણિતાએ ધડાકો કરતાં કહ્યું હતું કે, તે પવનદીપ સાથે બીજો મ્યૂઝિક વિડીયોમાં કામ નહીં કરે. સોન્ગના ડિરેક્ટર રાજ સુરાણીએ તેને સમજોવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના પ્રયાસો વ્યર્થ ગયા હતા.