મલયાલમ અભિનેતા ઉન્ની મુકુંદન વિશે એક ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા છે. એક્શન-થ્રિલર ‘માર્કો’થી હેડલાઇન્સ બનાવનાર ઉન્ની મુકુંદન તેના ખરાબ વર્તનને કારણે સમાચારમાં છે. તેના ભૂતપૂર્વ મેનેજર દ્વારા તેના પર આરોપ મૂકવામાં આવ્યો છે. અભિનેતાના ભૂતપૂર્વ મેનેજરે તેમના પર હુમલો અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે અને કોચીમાં અભિનેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઉન્નીના ભૂતપૂર્વ મેનેજરે પણ તેમના વિરુદ્ધ એફઇએફકેએ અને એએમએમએમાં ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયા પર પણ તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
ઉન્ની મુકુંદનના ભૂતપૂર્વ મેનેજર વિપિન કુમારે આરોપ લગાવ્યો છે કે દક્ષિણના અભિનેતાએ તેમને પા‹કગમાં બોલાવ્યા અને પછી તેમની સાથે અપશબ્દો બોલવાનું શરૂ કર્યું. વિપિને કહ્યું કે અભિનેતાએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને હુમલો પણ કર્યો, જેના કારણે તેમને ઘણી ગંભીર ઈજાઓ થઈ. તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. હુમલાનું કારણ સમજાવતા વિપિને કહ્યું, ‘અભિનેતા છેલ્લા કેટલાક મહિનાઓથી કામ ન મળવાને કારણે પરેશાન હતો. માર્કોની સફળતા પછી પણ તેમને ફિલ્મો મળી રહી ન હતી.’
તમને જણાવી દઈએ કે વિપિને કોચીમાં ઇન્ફો પાર્ક પોલીસમાં અભિનેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું, ‘ઉન્નીએ મને મારા રહેઠાણના મકાનના પા‹કગમાં બોલાવ્યો. હું તેમની સાથે ૬ વર્ષથી કામ કરતો હતો. હવે હું પગારદાર મેનેજર નથી, છતાં મેં તેમને ઘણી વખત મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમની ફિલ્મ ગેટ સેટ બેબી બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ. ત્યારબાદ તેમને કામ મળવાનું પણ બંધ થઈ ગયું.’
ઉન્નીકૃષ્ણન મુકુંદન, જેને ઉન્ની મુકુંદન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે જે મલયાલમ સિનેમા માટે કામ કરે છે. ઉન્નીએ તમિલ ફિલ્મ ‘સીદન’ (૨૦૧૧) થી અભિનયની શરૂઆત કરી હતી. ઉન્ની મુકુંદનને વર્ષ ૨૦૨૪ માં રિલીઝ થયેલી ફિલ્મ ‘માર્કો’ થી વિશ્વભરમાં ઓળખ મળી. આ ઉપરાંત, તેઓ ‘જનતા ગેરેજ’ અને ‘ગરુદન’ જેવી ઉત્તમ ફિલ્મોમાં દેખાયા છે.













































