ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની આવનારી ફિલ્મ ઓએમજી ૨ (ઓહ માય ગોડ ૨)નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે પંકજ ત્રિપાઠી જોવા મળશે. જ્યારે ફિલ્મના પહેલા ભાગમાં પરેશ રાવલ જોવા મળ્યા હતા. હવે બધાને પ્રશ્ન એ થાય છે કે, પરેશ રાવલે ફિલ્મના બીજા ભાગમાં કેમ કામ ના કર્યું. તો તેનો જવાબ પરેશ રાવલે પોતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની આવનારી ફિલ્મ ઓએમજી ૨ (ઓહ માય ગોડ ૨)નું ટીઝર જ્યારથી રિલીઝ થયું છે. ત્યારથી ચારે તરફ તેની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે થિએટરમાં રિલીઝ થશે. જાકે, આ પહેલા આ ફિલ્મનો લૂક જાહેર થયો હતો ને હવે ટીઝર થયું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પરેશ રાવલની જગ્યાએ પંકજ ત્રિપાઠી જોવા મળશે. જોકે, ટીઝરમાં લોકોએ પરેશ રાવલને ઘણા મિસ કર્યા હતા. જોકે, આ ફિલ્મ ન કરવા પાછળ પરેશ રાવલે પોતે એક ઇન્ટરવ્યૂમાં કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મની સ્ટોરી મને પસંદ ન આવી. તેમ જ આ રોલથી મને સંતોષ નહતો. એટલે જ મેં આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. એક્ટર પરેશ રાવલે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ ફિલ્મની સિક્વલ બનાવવા માગે છે તો તે લગે રહો મુન્નાભાઈ જેવી હોવી જાઈએ. આ રીતે તેમણે જણાવી દીધું હતું કે, તેઓ કેવા પ્રકારની સિક્વલ કરવા માગે છે. આપને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં એક્ટર અરૂણ ગોવિલ ભગવાન શ્રીરામની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે અક્ષય કુમાર તો ભગવાન શ્રીકૃષ્ણના રોલમાં જ જાવા મળશે. ઉપરાંત યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ ફિલ્મમાં જાવા મળશે. આ ફિલ્મને અમિત રાયે ડિરેક્ટ કરી છે.