રવીના ટંડનની ફિલ્મ રિલીઝ થવાની હોવાથી એ પહેલાં તેને ગભરામણ થાય છે અને એવા સમયે તેની દીકરી રાશા થડાની તેને ભાષણ આપવા માંડે છે. રાશા પણ ટૂંક સમયમાં બાલીવુડમાં એન્ટ્રી કરવાની છે. રવીનાએ ‘કર્મા કાલિંગ’ દ્વારા ડિજિટલ પ્લૅટફાર્મ પર એન્ટ્રી કરી છે. રવીના ‘વેલકમ ટુ ધ જંગલ’માં દેખાવાની છે. રિલીઝ પહેલાં કેવો અનુભવ થાય છે એ વિશે રવીનાએ કહ્યું કે ‘મારી ફિલ્મોની રિલીઝ પહેલાં મને ગભરામણ થાય છે અને દીકરી રાશા મને લેક્ચર આપે છે.
તો મારો હસબન્ડ તેને સવાલ કરે છે કે ‘તું ૧૮ની છે કે ૮૧ની છે?’ આજની પેઢી ખૂબ સજાગ અને એક્સ્પોઝ્ડ હોય છે. તેઓ પોતાનામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ છે. મને મળતા દરેક નવા પ્રોજેક્ટથી હું ઉત્સુક થઈ જાઉં છું. એ સમયે હું જે પણ કામ કરું છું એમાં પૂરી રીતે ડૂબી જાઉં છું.’