ગુજરાતી વિદ્યાર્થીઓમાં વિદેશ અભ્યાસ કરવાનો ક્રેઝ જાણીતો છે. જેના કારણે ઘણા છેતરાતા પણ હોય છે. સાવરકુંડલામાં રહેતા એક પુરુષને તેના પુત્રને ફિલીપાઇન્સમાં એમબીબીએસમાં એડમીશનના બહાને બીકાનેરના યુવકે રૂપિયા ૩૪,૦૦,૦૦૦નો ચુનો લગાવ્યો હતો. બનાવ અંગે સાવરકુંડલામાં રહેતા વિમલકુમાર મોહનલાલ ગગલાણી (ઉ.વ.૫૮)એ રાજસ્થાનના બીકાનેરમાં રહેતા અરૂમુગમ ગાઉન્ડર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેના મિત્ર ગણેશભાઈ રહે. ડીસાના દિકરા વંજન તથા વિશાલભાઈનું એમબીબીએસમાં એડમીશન કરાવવા માટે આરોપીને ૩૪,૦૦,૦૦૦ આપ્યા હતા. આરોપીએ એડમીશન આજકાલમાં થઈ જશે તેવા વાયદા કરી એડમીશન નહીં કરી આપી તેમની સાથે રૂ. ૩૪,૦૦,૦૦૦ની છેતરપિંડી કરી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એન.ગાંગણા વધુ તપાસ કરી રહ્યા છે.