(એ.આર.એલ),મનિલા,તા.૨
ફિલિપાઈન્સની રાજધાની મનીલાના ભીડભાડવાળા વિસ્તારમાં ભીષણ આગથી ગભરાટ ફેલાયો છે. ચાઈનાટાઉન જિલ્લામાં શુક્રવારે એક નાની ઈમારતમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આગ લાગ્યા બાદ તેના કારણે ઓછામાંઓછા ૧૧ લોકોના મોત થયા હતા. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. જા કે ઘાયલોની ચોક્કસ સંખ્યા હજુ જાણી શકાઈ નથી. પરંતુ પોલીસે ૧૧ લોકોના મોતની પુષ્ટિ કરી છે. ઘટનાની માહિતી મળતાં જ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.પોલીસે જણાવ્યું કે આગનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. આગ પર કાબૂ મેળવવા માટે ૧૪ જેટલી ફાયર ટ્રકોએ બે કલાકથી વધુ સમય સુધી જહેમત ઉઠાવી હતી. વિશ્વના સૌથી જૂના ચાઇનાટાઉનમાંની એક જૂની પાંચ માળની ઇમારતમાં આગ ફાટી નીકળી હતી. આ નદીના કિનારે સ્થત રાજધાનીનો ગીચ વસ્તીવાળો ભાગ છે. આથી ફાયર ફાયટરોને રાહત અને બચાવ કામગીરીમાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.ચાઈના ટાઉનમાં ૫ માળની જૂની ઈમારતમાં આવેલી રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તેની જ્વાળાઓ ઉપરના માળ સુધી પહોંચી હતી. ફાયર ઇન્વેસ્ટગેટર રોડરિક એન્ડ્રેસે જણાવ્યું હતું કે આગ ગ્રાઉન્ડ ફ્લોર પર એક રેસ્ટોરન્ટમાં લાગી હતી અને મૃતકોમાં ઘણા કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે મોટાભાગના મૃતકો બીજા અને ત્રીજા માળે મળી આવ્યા હતા. અન્ય કોઈ ગુમ થયાની જાણ કરવામાં આવી નથી.