ઉત્તર અને મધ્ય ફિલિપાઇન્સમાં આવેલા ઉષ્ણકટિબંધીય વાવાઝોડા ફેંગશેનને કારણે ઓછામાં ઓછા ૭ લોકો મૃત્યુ પામ્યા છે.વાવાઝોડાએ ૨૨,૦૦૦ થી વધુ લોકોને પૂર અને ભૂસ્ખલનનું જોખમ ધરાવતા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવાની ફરજ પાડી છે.હવામાન આગાહી એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ફેંગશેન મોડી રાત્રે ઉત્તરી ફિલિપાઇન્સના લુઝોનથી દક્ષિણ ચીન સમુદ્ર તરફ આગળ વધ્યું હતું,જેમાં ૬૫ થી ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.સરકારી આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ તોફાનને કારણે સાત લોકોના મોતની પુષ્ટિ કરી છે.તેમાં કહેવામાં આવ્યું છે કે મધ્ય કેપિઝ પ્રાંતના રોક્સાસ શહેરમાં પરીસ્થીતી વધુ ખરાબ થઈ ગઈ છે,જ્યારે ઊંચી ભરતીના કારણે અનેક ગામોમાં પૂર આવ્યું છે.બચાવ કાર્યકરોએ લોકોને બહાર કાઢ્યા છે,અને મૃત્યુઆંક વધવાની ધારણા છે.સરકારી આપત્તિ વ્યવસ્થાપન એજન્સી અનુસાર,રોક્સાસમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તીનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે,જ્યારે પૂર્વી ક્વેઝોન પ્રાંતના પિટોગો શહેરમાં એક ઝૂંપડી પર ઝાડ પડવાથી બે બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે.એજન્સી અનુસાર વાવાઝોડાને કારણે લગભગ ૧૪,૦૦૦ લોકો બેઘર થયા છે.ફેંગશેન દક્ષિણ ચીન સમુદ્રમાંથી વિયેતનામ તરફ આગળ વધવાની આગાહી છે.