(એ.આર.એલ),ગાંધીનગર,તા.૧૯
પોસ્ટલ ડિવિઝન દ્વારા આયોજિત જિલ્લા સ્તરના ફિલાટેલી પ્રદર્શન – “ફિલાવિસ્ટા-૨૦૨૪”નો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કરાવ્યો હતો. દાંડી કુટીર, ગાંધીનગર ખાતે આયોજિત આ બે દિવસીય પ્રદર્શનના શુભારંભ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપÂસ્થત રહ્યા હતા. ગૃહ મંત્રી મુખ્યમંત્રી તથા આમંÂત્રતોએ આ વિશિષ્ટ અને દુર્લભ પોસ્ટલ સ્ટેમ્પ્સના રસપ્રદ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
પ્રદર્શનની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી તેમજ સીએમએ ગાંધીનગર પોસ્ટલ ડિવિઝનના “ફિલાવિસ્ટા-૨૦૨૪” અંતર્ગત “ગાંધીનગરમાં સ્થાપત્ય કલા” થીમ આધારિત વિશેષ પોસ્ટલ “સ્પેશિયલ” કવરનું અનાવરણ પણ અનાવરણ કર્યું હતું.ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર, ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે, ગુજરાતના મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ સાવલેશ્વરકર અને ઉત્તર ગુજરાત ઝોનના પોસ્ટ માસ્ટર જનરલ ક્રિષ્ના કુમાર યાદવ સહિત પોસ્ટલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ અવસરે ઉપÂસ્થત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદર્શનના ઉદ્ઘાટન પહેલા દાંડી કુટીર ખાતે મોટી સંખ્યામાં ઉપÂસ્થત વિદ્યાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રદર્શન નાગરિકો માટે ૧૯-૨૦ નવેમ્બરના રોજ સવારે ૧૧થી ૬ કલાક સુધી ખુલ્લું રહેશે. ફિલેટેલી
આભાર – નિહારીકા રવિયા પ્રેમીઓ માટે આ પ્રદર્શન દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ્સના એક વિશેષ કલેક્શન નિહાળવાની અનોખી તક પૂરી પાડશે.