બોર્ડર સિક્યુરિટી ફોર્સ(બીએસએફ)ના જવાનોએ ફિરોઝપુર સેક્ટરમાં કુલ ૨૫૫ કરોડ રૂપિયાનું હેરોઇન જપ્ત કર્યુ છે. બોર્ડર આઉટપોસ્ટ મિઆન વલી ઉત્તરમાંથી ૧૦૧ બટાલિયને હેરોઇનના ૨૨ પેકેટ જપ્ત કર્યા છે. જેમાં કુલ ૩૪ કિલો હેરોઇન હોવાનો અંદાજ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઇનની કીંમત ૧૭૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

બોર્ડર પોસ્ટ મોહંમદી વાલા પાસેથી બીએસએફની ૧૧૬ બટાલિયને હેરોઇનના ૬ પેકેટ જપ્ત કર્યા છે. જમાં કુલ ૬ કિલો હેરોઇન હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઇનની કીંમત ૩૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત બોર્ડર પોસ્ટ બારેકે પાસેથી હેરોઇનના ૧૧ પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતાં. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઇનની કીંમત ૫૫ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આમ ત્રણ બોર્ડર પોસ્ટ પાસેથી જપ્ત કરવામાં આવેલા હેરોઇનની કુલ કીંમત ૨૫૫ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી પંજાબમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાઇ રહ્યું છે. આ ડ્રગ્સનો જથૃથો પાકિસ્તાનમાંથી આવતો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના આતંકવાદીઓ સરહદેથી ઘૂસણખોરી કરી ભારતમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથૃથો ઠાલવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. જા કે બીએસએફના જવાનોની સતર્કતા અને પ્રશંસનીય કામગીરીને કારણે મોટા ભાગનો ડ્રગ્સનો જથૃથો પકડી પાડવામાં આવે છે.