ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને જાહેરાત કરી હતી કે ૨૦૨૨ માટે ફિફા રેફરી ઈન્ટરનેશનલ લિસ્ટમાં ૧૮ ભારતીય રેફરીની પસંદગી કરવામાં આવી છે.  તેની વેબસાઈટ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે યાદીમાં એવા અધિકારીઓનો સમાવેશ થાય છે જેઓ રેફરી અને આસિસ્ટન્ટ રેફરી બનવા માટે લાયક છે.ઉપરાંત ભરતી કરાયેલા સભ્યો આંતરરાષ્ટ્રિય સ્તરની મેચોમાં રેફરી તરીકે કામ કરવા માટે પાત્ર છે અને તેઓ જે વર્ષ માટે નોંધાયેલા છે તે વર્ષ માટે તેમના ડ્રેસ પર ફિફા બેજ મેળવવા માટે પણ હકદાર છે. વાર્ષિક યાદી ફિફાના સભ્ય દેશો દ્વારા મોકલવામાં આવેલા નોમિનેશનના આધારે તૈયાર કરવામાં આવે છે અને અધિકારીઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડે છે.ભારતમાંથી પસંદ કરાયેલા ૧૮ રેફરીની યાદીમાં ચાર મહિલા (બે રેફરી અને બે આસિસ્ટન્ટ રેફરી) અને ૧૪ પુરુષો (છ રેફરી અને આઠ આસિસ્ટન્ટ રેફરી)નો સમાવેશ થાય છે. પસંદગીના ભારતીય અધિકારીઓની યાદી નીચે મુજબ છે.પુરુષોના રેફરીઃ તેજસ નાગવેંકર, શ્રીકૃષ્ણ કોઈમ્બતુર રામાસ્વામી, રોવાન અરુમુઘન, ક્રિસ્ટલ જાન, પ્રાંજલ બેનર્જી, વેંકટેશ રામચંદ્રન.પુરૂષોના આસિસ્ટન્ટ રેફરીઃ સુમંથ દત્તા, એન્ટોની અબ્રાહમ, ટોની જાસેફ લુઈસ, વૈરામુથુ પરશુરામન, સમર પાલ, કેનેડી સફામ, અરુણ સસિધરન પિલ્લઈ, અસિત કુમાર સરકાર.મહિલા રેફરીઃ રંજીતા દેવી ટેકચમ, કનિકા બર્મન.મહિલા સહાયક રેફરીઃ યુવેના ફર્નાન્ડિસ, રિઓલાંગ ધર