ઉના, તા.૨૦
વર્ષ ૨૦૨૪માં લેવાયેલી જ્ઞાન સેતુ પરીક્ષામાં ગીર ગઢડા તાલુકાની ફાટસર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી પ્રિન્સ મયુરભાઈ પટેલ ૧૦૮ માર્ક્સ મેળવી તાલુકામાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે. કુલ ૨૬ બાળકોમાંથી ૧૦ જેટલા બાળકોએ ૬૦% કરતા વધુ માર્કસ મેળવ્યા છે. શાળા પરિવારે તમામ બાળકોને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા કે અન્ય શાળાકીય
પ્રવૃત્તિમાં ફાટસર શાળાના બાળકો અગ્રેસર હોય છે તે બદલ આચાર્ય દ્વારા સમગ્ર શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.