સાવરકુંડલાના ફાચરીયા (વંડા) ગામે શુક્રવાર તા. ૩ મે, ૨૦૨૪ થી રવિવાર, તા.૫ મે, ૨૦૨૪ સુધી નૂતન રામજી મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. પ્રથમ દિવસે કુટિર હોમ, પંચાગ કર્મ, શોભાયાત્રા, મંડપ પ્રવેશ, મંડપ વાસ્તુ, જળ યાત્રા, જલાધિવાસ, સાપ પૂજા થશે. બીજા દિવસે સ્થાપિત દેવ પૂજન, મહા અભિષેક સ્તપન, અન્નાધિવાસ, નેત્રો મિલન, પ્રાસાદ વાસ્તુ, પ્રાસાદ શિખર સ્તપન, શાંતિ પૌષ્ટિક હોમ, શૌયાધિવાસ, સાપપૂજા થશે. જ્યારે ત્રીજા અને અંતિમ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ, શિખર કળશ, પ્રતિષ્ઠા હોમ, ઉતર પૂજન અને પૂર્ણાહુતિ સાથે ત્રિદિવસીય કાર્યક્રમનું સમાપન થશે. કાર્યક્રમમાં સંતો-મહંતો પણ ઉપસ્થિત રહેશે. શુક્રવાર, તા.૩ ના રોજ રાસ-કીર્તન અને શનિવાર તા.૪. ના રોજ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂનમબેન ગોંડલીયા, સુખદેખભાઈ ધામેલિયા, વિશાલભાઈ દુધાત રંગ જમાવશે.