જયપુરની હોટેલ માનસરોવરનો એક રૂમ. રાત્રીના બાર થવા આવ્યા હતા. થ્રી એક્સ રમ ભરેલા બે ગ્લાસ સામે પડયા હતા. અને એની પૂર્વે બાઈટીંગ ચાલતુ હતુ. મરૂભૂમિ રાજસ્થાનની હવામાં ઠંડી પ્રમાણ ગજબનાક હતુ. એ તો હોટલનો કમરો બંધ હતો નહીંતર સૂસવાટા મારતી ઠંડી,બરછી જેમ ફેંકાતી હવા! રણમલે ગ્લાસ ઉઠાવ્યો. એક ઘૂંટ ભર્યો અને પછી ખારીસીંગના બે ચાર દાણા મોઢામાં નાખવા પછી સામે બેઠેલા પાર્ટનર વિક્રમને પૂછયુઃ ‘‘રસ્તો તો બતાવ યાર…..! કયારનો તને પૂછુ છુ. પણ તુ કંઈ બોલતો નથી. તારુ માસ્ટર માઈન્ડ ક્રાઈમ ફેકટરમાં તો ગજબનો આઈડિયા આપે છે, પણ આજે કયારનોય શું વિચાર કરે છે. એ ખબર નથી પડતી ડોબા- હતો અને લાગણી પણ હતી. સામે બેઠેલા રણમલની ખોપરી ખવાઈ ગઈ છે એવુ તેને લાગતું હતું. આ બાબતે હોટેલમાં બે ત્રણવાર ચર્ચા થઈ ચૂકી હતી. છતાંપણ વારંવાર રણમલ એ જ જવાબ માગતો હતો.
‘હું કયારનો તને પૂછુ છુ, ભૂતને નહી…..’’ રણમલે ગુસ્સે થઈને તેને કહ્યુ એટલે વિક્રમે તેને ઉધડો લઈ લીધો ‘ડોબા, અક્કરમી,મૂર્ખ! કોની સાથે કેટલો સંબંધ રાખવો એની તેની હજી ખબર જ નથી પડતી. મેં તને કેટલીયેવાર કહ્યુ કે તારુ એની સાથેનુ એટેચમેન્ટ એક ટાઈમપાસ કેપ્સ્યુલ સિવાય વિશેષ નથી. તોય તું એને વેગળી મૂકતો નથી. એલા, કોઈએ કરેલો શિકાર હોય એનુ મારણ કરવાનુ તો એકકોર રહ્યુ, સાવજ એની સામે જાતોય નથી. અને તુ? એક ત્રણ ટકાની બાઈ પાછળ આખી જિંદગી ખુવાર કરવા બેઠો છે? ‘પણ હું એને પ્રેમ-
‘શરીરથી વિશેષ તારા માટે એ બાઈ નથી. સમજયો? એકવાર તમારી ચાર નજર ભેગી થઈ પછી એ નશો ઉતરી જવાનો તારામાં આવડત હોય તો એ કરી બતાવ. એમાં એના ધણીનો કાંટો કાઢવાની વાત જ કયાં છે? એક ત્રેપન કરોડ નિજીર્વ રૂંવાડા અને પચાસ પંચાવન કીલોની કાયાને માણવા, તારે જેલમાં બેસીને જનમટીપ ગાળવી છે?! એકવીસ વર્ષનો છે તું, અને બીજા એકવીસ વરસ જેલની ચક્કી પીસતા પીસતા બહાર નીકળીશ ત્યારે બેંતાલીસ વરસનો બુઢ્ઢો થઈ જઈશ એના કરતા એકવાર એની સાથે ‘રમત’ રમી જા. એ રમત રમીને તારે જે પામવું છે એ એ પામી લઈને છુટ્ટી મૂકી દે. એલા, જે બાઈ એના ધણીની ન થઈ એ તારી કઈ રીતે થવાની?’’
-રણમલ તેની સામે તાકી રહ્યો. તેને લાગ્યુ કે વિક્રમને સાથ આપવો જ નથી, એટલે એ આડુતેડુ સમજાવે છે.
‘તું મારી વાત સમજે છે કે પછી ઉપરથી જ જાય છે?’’ વિક્રમે ઘૂંટ ભરીને ગ્લાસ નીચે મૂકતા કહ્યુઃ ‘એવુ ય પણ નથીને કે ઈ તને રમાડે છે?’
‘એલા, ઈ મારા ઉપર ઓળધોળ છે. હવે ઈ મને એકલાને જ ભાળે છે. પણ એને એના ધણીની બીક છે. એના બાપના ગામ અમથી મારા મોટર સાયકલ ઉપર બેસીને એકલી આવી હશે? રસ્તામાં એક જ વાત એણે વારંવાર કહી છે કે રણમલ ગમે એમ કર આ કાંટો ભાંગી નાખ પછી તું છો અને હું છુ….’
‘વાહ..કહેવુ પડે……લવર એટલે તો તારી જ લવર…! શું પ્રેમ છે. તમારા બેયના વચ્ચે ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, કોઈ પિકચર જેવી! ’’ વિક્રમ ખડખડાટ હસ્યો.
‘તું હસી લે. પેટ ભરીને હસી લે. મારી કોઈપણ વાત તે ં આખરે હસવામાં જ કાઢી છે ને, એ સિવાય કયાં કોઈ દિ’ સપોર્ટ કર્યો છે?’
‘રણમલે આક્રોશ ઠાલવી દીધોઃ‘‘પણ વાંધો નહી. મારે તારી કોઈ જરૂર નથી. હું મારી રીતે લડી લઈશ વિક્રમ .હવે તો રાણો, રાણાની રીતે….! ‘‘સમજયો?’
‘‘સમજી ગયો પાર્ટનર….’’ વિક્રમે વાત સમેટતા કહ્યુઃ ‘તું જે માને છે, એ કદાત સાચુ છે. કે હુ તને હેલ્પ કરવા નથી માંગતો તો નથી માંગતો. ઈટસ ઓ.કે.ચેપ્ટર કલોઝ ઓ.કે! જવાબમાં રણમલે Âવ્હસ્કી ભરેલો ગ્લાસ ફણફણતો ઘા કર્યો. કાચના ટુકડે ટુકડા થઈ ગયા. વિક્રમ ઉભો થઈ ગયો. ચીસ પાડી ઉઠયો ઃ ‘રણમલ,વ્હોટ નોન સેન્સ.’
‘બસ..બસ……બસ……બહુ થયુ. આપણી દોસ્તી અહી પૂરી થાય છે. વિક્રમ! તુ દોસ્તી ન નિભાવી શકયો. એક જરા જેટલું કામ તને સોપ્યુ હતુ અને તે ના પણ ન પાડી, અને હા પણ નહી! આવો ઢોંગી અને મીંઢો નીકળીશ એની મને ખબર નહોતી. મને ખબર નહોતી કે, તારી સાથે દોસ્તી કરીને મેં ખારામાં વાવ્યુ છે. એમ કહીને એણે ઝનૂનથી કમરાનુ બારણુ ખોલ્યુ અને બહાર નીકળીને ધડામ કરતું બારણું ભટકાડીને બહાર નીકળી ગયો. વિક્રમને તેની મૂર્ખતા ઉપર ખીજ ચડી અને દુઃખ પણ થયુ.
રાત્રીએ પડખુ ફેરવ્યુ અને દોલુભાની ઉંઘ અચાનક જ ઉડી ગઈ. એક સપનુ આવતું હતું.-મધમીઠુ! અને એ મધમીઠા સપનામાં પોતે તેજુ સાથે રંગલીલા માણતા હતા અને અચાનક અધવચ્ચે જ સપનું તૂટી ગયુ. આંખો ચોળતા ચોળતા પથારીમાં બેઠા થયા. તેમને થયુ કે કાશ! ફરીવખત, ફિલ્મની પટ્ટીનો એક ભાગ પૂરો થાય અને બીજા ભાગની રીલ ચડાવે અને ફરી પાછી ફિલ્મ શરૂ થઈ જાય.. એમ જ, આ સપનુ ફરીવાર શરૂ થઈ જાય તો કેવુ સારુ?
એમણે એ જ આશાએ આંખો માંચી દીધી. પણ છૂટી ગયેલી નિંદરની સાથે સાથે સપનું છૂટી ગયુ હતુ. પણ એ સપનું, લોહીમાં જબરી ઉથલ પાથલ કરાવી ગયુ હતુ. હવે, નસોમાં કશુંક સળવળ સળવળ થઈ રહ્યું હતુ. ટમકિયાના પીળા, પ્રકાશમાં આ એકલવાયા,જુદા ઓરડામાં એ પોતે સાવ એકલો હતા. એકલા અને એકાકી! અને આ એકાકી અંતરિયાળપણું તેમને ઘણા વરસોથી મળ્યું હતું. અઠયાવીસ વરસના લગ્નજીવનમાં કદાચ જુવાનીનાં વરસો માણ્યાં હોય એવા તો ખાલી બે ત્રણ વરસ જ….! એ તો જેવો રણમલનો જન્મ થયો. એ ભેળો પોતાને આ એકલાવાયો ઓરડો રણમલ બે-ચાર વરસનો થયો, ત્યાં લગી કદાચ દોલુભાને. બે-પાંચ વાર પડખે ઢૂંકવા દીધા હતા એ ગનીમત,બાકી,સૂવાના ઓરડામાં દોલુભા માટે રજા નહોતી! દોલુભાનો અંદરનો પુરૂષ ખૂબ જ અકળાતો પણ એમના પત્ની હવે દીકરાની સંભાળમાં પડયા હતા. દોલુભા ઘણીવખત અકળાઈ જતા. કોઈને કોઈ બહાને એ ઘરવાળા ઉપર ગરમ પણ થઈ જતા. પણ એમને જે જાઈતું હતું એ મળતુ નહોતુ અને પછી, દોલુભા ધીમે ધીમે ધીમે પત્નીથી અલગ થતા ગયા. એમણે ઘણા પ્રયત્નો કર્યા હતા. પણ કોણ જાણે કેમ? તેમના પત્નીમાં જીંદગી જીવવાનો આ રસ જ સૂકાઈ ગયો હતો. ત્યારે દોલુભા દિવસે ને દિવસે વધુને વધુ તરસ્યા થઈ રહ્યા હતા. છતાંપણ એમની તરસ
છિપાતી નહી ત્યારે એમની અંદરનો પુરૂષ છંછેડાઈ જતો હતો!! અને પછી જાણે એ પ્યાસ છૂપાવવા ઝનૂની બની જતો હતો. પરંતુ એમનુ ધાર્યુ થતુ નહી.
અત્યારે એક એવી પ્યાસ એમની અંદર આળસ મરડીને બેઠી થઈ ગઈ. તેજુ સાથે, રતિરાગ માણતા માણતા તેમનુ સપનું અધવચ્ચે તૂટયુ અને એ સપનું તૂટયાનો રંજ…..
એ ઉભા થયા. કમાડ ખોલીને જે વરસો પહેલા પોતાનો પણ અડધો અડધ ભાગના હિસ્સાનો ઓરડો હતો પણ, વરસો થયા, એ ઓરડો છાંડવો પડયો! હવામાં ઠાર હતો. પરબના દિવસો શરૂ થઈ ચૂકયા હતા. દોલુભા ઓટલાના ત્રણેય પગથિયા ઉતરી ગયા અને ઓંસરીની ધાર ચડી ગયા. કમાડ અટકાડેલું જ હતુ. ઓંસરીની થાંભલીએ ફાનસની વાટ ફડફડ થતી હતી. આખા ઘરમાં બે જણા સિવાય અમથુય કયાં કોઈ ત્રીજુ હતુ? એક દીકરો હતો, જે શહેરમાં રહી ભણતો હતો એટલે એવી કશી બીક નહોતી.
આંખોમાં ખુમાર હતો. પંડયમાં લોહી હજી ગરમ હતુ. હૈયામાં હજીય એ સૂતેલા મનોરથ માણી લેવાના ધખારા હતા. અને આજ મીઠો સમો હતો. અડધીરાત હતી. એકાંત હતુ અને અરમાન હતા. એમણે બારણુ ઠેલ્યુ અને અંદર ગયા. ઓંસરીની ફાનસનું ઝાંખુપાંખુ અજવાળુ અંદર સુધી દોડી આવ્યુ. એ પત્ની સામુ તાકી રહ્યા. અસ્સલ સાગના બનાવેલ વિશાળ ઢોલિયામા પત્ની ઘસઘસાટ ઉંઘી રહ્યા હતા. શ્વાસની ગતિ સાથે તેમનું ઉરબંધ ઉંચેનીચે થતુ હતુ. દોલુભા એક પુરુષ પ્રેમની નજરથી પત્નીને તાકી રહ્યા અને પછી હળવે’ક રહીને ઢોલિયામાં,બેઠા તેમનો હાથ પત્નીના ખંભા ઉપર મૂકયો કે ભરઉંઘમાંથી ઝબકીને જાગી જતા તેમના પત્ની ચીસ પાડી ઉઠયા ક..ક…કોણ છે?’’
‘‘અરે,એ તો હું છું તમે આટલા બધા બિકણ હશો,આજ ખબર પડી.’’
તેમના પત્ની હવે કૈંક સ્વસ્થ થયા. પોતાની સામેનો આદમી બીજા કોઈ નહી પણ પતિ હતો. એમણે ઓઢણું છાતી ઉપર ઢાંકી દેતા કહ્યુ. ઉંચે અવાજે પૂછયુ ઃ ‘‘શું આવ્યા છો?’’
‘‘સમજી જાવને……’’ દોલુભા હસી પડતા કહે ‘‘રાત ગાળવા આવ્યો છું…..’’
અને હવે રંગે રમ્યા સિવાય સવાર પડવા દેવાનો નથી સમજયા?
આજે તો તમારે મને ધરવોધરવ કરી દેવાનો છે. અને પછી હીહીહીહી કરતા હસી પડયા. પણ ખભે મૂકાયેલો પતિનો હાથ એક જ ઝાટકે હેઠો નાખીને તેમના ઘરવાળા આંચકો મારીને ઢોલિયાથી હેઠે ઉતરી ગયા. દોલુભા વાજાવાજ ઉભા થઈ ગયા. અરે, પણ કાં….કાં…..કેમ એવુ કરો છો? અટાણે આપણે બેય એકલા જ છીએ. રણમલેય ઘરમાં નથી. તો પછી?’’ ‘‘ભલે રણમલ ઘરમાં નથી પણ તમારામાં શરમના છાંટા જેવુ છે કે એ ય પણ નથી?’’ એમના ઘરવાળા તણખી ઉઠયા ‘‘જે ઉંમર હાથમાં માળાનો બેરખો પકડવાનો હોય,ઈ ઉંમરે બાયડીના ઓઢણાં ખેંચો છો? શરમ કરો શરમ! હવે જીવતરનો છેડો આવ્યો, છેડો! હવે તો રામનુ નામ લેવાનુ હોય, એને બદલે હજીય અંદરથી ધખારા
આભાર – નિહારીકા રવિયા મટયા નથી…….
‘‘ધખારા કયારેક તો ધખે ને?’’ દોલુભા પણ આકરા થતા સામે બોલી ઉઠયા ‘‘કોઈ દિ’ પડખે બેસવા દીધો છે? પરણીને આવ્યા કેડે કોઈ દિ’ તમે મને પોતાનો પુરૂષ તો માન્યો જ નથી. ધખારા તો તમારી અંદરેય તે દિ’ ધખતા હશે એટલે બે ચાર વાર પડખે ઢૂંકવા દીધો’તો અને ઈનો રણમલ થયો. બાકી કોઈ દિ’પ્રેમથી બોલાવ્યો છે ય ખરો?’’ ‘‘ભટકેલના પાનિયા હતા તમારા….’’ તેમના પત્ની ઉગ્ર થઈ ગયા ‘‘કોઈ દિ’ મનથી ઠારી? અસતરીને તન ઠારવાના ઉધામા નથી હોતા, પહેલા એનું મન કરે, ત્યાર પછી તન આપે છે! પણ તમને તો મારુ મન ઠારવામાં જરાય રસ જ કયાં હતો? શિકારી કૂતરા જેવી તમારી નીતિ હતી. પણ સામે હું માણસ હતી. એક પત્ની હતી. સ્ત્રી હતી પણ એ અસતરીનું મન વાંચવાની તો તમારી પાસે કયાં આંખ હતી જ? તમે તો ઓરડે આવતા,તોય આંખ તો મારી કાયા સામે જ મંડાતી રહેતી. કોઈ દિ’ મારી આંખમાં આંખ નાખીને મારી અંદરની ઔરત સાંભળી હતી? રહેતા રહેતા તો પછી મનેય ખબર પડી કે તમે તો લૂગડા બદલો એમ બાયુ બદલતા રહેતા હતા. દોઢ ગાઉ દૂર આપણી વાડીએ દાડિયે આવતી લીલકી,જાનકી,મછલી, સોમલી….કેટકેટલીના દેહ તમે ચૂથ્યા હતા બોલો? રાત્રે હું,દિ’ એ દલકી ! તમને મારો ભાયડો કહેવાય કે ભટકેલ?’’ ‘‘ભાયડાને ભટકેલ બનાવવા બાઈડીનો જ મોટો હાથ હોય છે ને….!’’ દોલુભાએ એકથપાટ ઘરવાળાને ઝીંકી દેતા કહ્યુ ‘‘ ઘરના કૂવે તરસ્યો રહ્યો ત્યારે બીજે કૂવે મોઢુ બોળવા ગયો ને? અને હવે મને શાસ્તરના પાઠ ભણાવવા બેઠી છો? એટલુ કહીને દોલુભા ઓરડો છોડી ગયા અને અંદરથી હીંબકા સંભળાતા રહ્યા………!!!(ક્રમશઃ)