ચમન ત્યાં ને ત્યાં જ બેઠો રહ્યો. તેને એવો પાક્કો વહેમ હતો કે સાંકડી શેરીમાં જે બે પડછાયા તેણે ભાગતા જાયા હતા. એ તેજુભાભી અને રણમલનાં જ હતા. પણ દોડીને તે જયારે સાંકડી શેરીની બહાર નીકળ્યો ત્યારે એક પડછાયો માલતીબેન નર્સના ઘરની બંધ શેરીવાળી શેરીમાં ઓગળી ગયો હતો, જા કે આમ તો બંધ શેરીનું અંતર દસ ડગલા જ હતું અને સામે માલતીબેનના ઘરની ખડકી દેખાઈ જ રહી હતી પણ એ દસ ડગલા પૂરતી બંધ શેરીની નવેળી અંધારી હતી. એ નવેળીમાં પડછાયો કળી શકાય એમ નહોતું. તો સામી બાજુએ જે પડછાયો ઓગળી ગયો એના તો કશાં સગડ જ મળે એમ નહોતું. કારણકે સાંકડી શેરી પૂરી થયે પણ રસ્તા ફાટતા હતા. એક રસ્તો સીધો ફલકુને ઓતરાદે
કાંઠે જતો હતો. એક રસ્તો ગામના ચોરા બાજુ જતો હતો અને ત્રીજા રસ્તો હીરાવાળા ચોકમાં સીધો જ જતો હતો એટલે બીજા પડછાયો કયે રસ્તે ઓગળી ગયો, એ મોટો સવાલ હતો. છતાં પણ આમતેમ ફાંફા માર્યા પછી, બે ચાર મિનિટમાં ચમન વળી પાછો સાંકડી શેરીના મોઢા આગળ આવીને એક પથ્થર ઉપર બેસી જ ગયો.
તેનું ગણિત એવું હતું કે જે એક પડછાયો હતો એ તેજુભાભીનો જ હતો અને તેજુભાભી માલતીબેન નર્સને ત્યાં દૂધ દેવા જાય છે. એટલે હમણા બે પાંચ મિનિટમા દૂધ દઈને પાછા નીકળશે જ. એ તેજુની વાટે બેસી રહ્યો. એટલી જ વારમાં તેજુ દૂધની ખાલી બરણી લઈને નીકળી. ચમનને તેની ચાલવાની ઢબ ઉપરથી જ ખબર પડી ગઈ તે તરત જ ઉભો થઈ ગયોઃ
‘અરે..તેજુભાભી તમે?’
તેજુ ઉભી રહી ગઈઃ હા,ચમનભાય..હું બોલોને…’ સાંકડી શેરીના મોઢા આગળ ઉભી રહી જતા તેજુએ પૂછયુઃ ‘‘કેમ? કાંઈ કામ હતુ?’’ ‘‘ના.ના’’
‘‘તો પછી કેમ બેઠા હતા? મારી વાટ જાઈને?’’
‘‘અરે, હા…..એ તો…હું જયારે સાંકડી શેરીમા આવતો હતો ત્યારે અંધારામાં મેં બે પડછાયા જાડાજાડ ચાલતા જાયા. એક પડછાયો સ્ત્રીનો અને એક આદમીનો ! તો મને ઓળખોયુ નહી.’’
‘‘જવાબમાં તેજુ કટાક્ષભર્યુ હસીઃ ‘‘એટલે કે તમે મને એ જ પૂછવા માટે અહી બેઠા છો ને?’’
‘‘ના..ના… એ તો ખાલી એમ જ કે, એ બીજુ કોણ હતુ વળી..?’’
‘‘માણસ..બીજુ કોણ?’’ તેજુએ કડવાશથી કહ્યુઃ‘‘જનાવર તો નહી હોય ને ચમનભાઈ!! એવું લાગે તો દોડીને ભેગુ થઈ જવુ હતુ ને? શંકા લાગે, એટલે તરત જ એનો નિકાલ કરી નખાય ચમનભાઈ….! આ તો હું છુ, પણ ગામની કોઈ બાઈ માણસની વાટે આમ ખોડાઈ ખોડાઈને જવાબ માગ્યા કરશો, તો જવાબને બદલે તમને સૂંડલા મોઢે ગાળ્યું મળશે ગાળ્યું….સમજયા? આ સારુ લાગે છે તમને? કે કોઈ પારકી પરણેતરની વાટે બેસી આમ અંધારમાં બેસીને એને આવા સાવ અરથ વગરના,બેહુદા પ્રશ્નો પૂછવાના? શરમ આવવી જાઈએ શરમ….ચમનભૈ!’’
-તેજુનો અવાજ સાંભળીને આવતા જતા ગામના બેચાર બૈરા અને એક-બે આદમી ભેગા થઈ ગયા. ‘‘શું થયું? શુ થયું?’’ બધા પૂછવા મંડયા એટલે તેજુએ જાહેરમાં ખુલાસો કર્યો. ‘‘ભૈ! વાતમાં કાંઈ માલ નથી. હું અહી રોજ માલતીબેનને ત્યાં સાંજે દૂધ દેવા આવુ છું. પણ આજ વાડીએથી મોડું થઈ ગયું, તો સ્હેજ અંધારું થઈ ગયું. હુ સરપટ, દૂધ દેવા મારા રોજના સાંકડી શેરીવાળા રસ્તે આવતી હતી તે મારી પાછળ પાછળ કોઈ ગામનું આદમી જણ હાલ્યું આવતુ હશે. મને તો એની ખબરેય નહોતી. મારા ચમભૈને એ બાબત બહું ચિંતા થઈ આવી કે, ઈ કોણ હતુ! હવે હું જેવી માલતીબેનના ઘરેથી દૂધ લઈને ખાલી બરણી લઈને પાછી વળી, એટલીવાર ચમનભૈ અહી ખીતો થઈને મારી વાટે બેઠા હતા. અને હવે મને ઈ એમ પૂછે છે કે, ઈ આદમીજણ કોણ હતુ! હવે મારે એમને શું જવાબ દેવો એ મને ખબર પડતી નથી કે મારે એમને શું કહેવુ?…..’’ કહી,તેજુ હસી. ‘‘હવે તમે જ કોંક એમને સમજાવો કે આમ આવા ટાણે કોઈ પારકી પરણેતર ભલે પછી એ ભાભી થતી હોય પણ એની વાટય જાઈને બેસાય નહી અને આવા અર્થ વગરના અક્કલ વગરના પ્રશ્નો પૂછાય નહી. હું તો ઈ આદમીજણને ઓળખતી પણ નહોતી કે ઈ હતુ કોણ?…તો ય પણ આ ચમન ભૈ એનો જવાબ મારી પાસે હજી ય માગે છે. લો,બોલો,મારે હવે અમને જવાબ શું આપવો?’’
જવાબમાં બધા ઉપહાસથી ખડખડાટ હસી પડયા. ચમન ભોંઠો પડી ગયો. કોઈ બાઈ તો એમ પણ બોલીઃ ‘‘ફટ રે ભૂંડા ફટ, ચમનભૈ..તું આવો કાં નીકળ્યા?’’
ઘરે આવી. બાજરાના રોટલાનો લોટ બાંધ્યો. કાથરોટમાં મસળી મસળીને કૂણા માખણ હાથે રોટલો ટીપીને તાવડીમાં નાખ્યો. દેશી બાજરાના રોટલાની મહેંક આસપાસ ફરી વળી. એક તરફના ચૂલે રીંગણાનું શાક ચડતુ હતુ. ગમાણમાં રહેલી ગાવડીને કડબની નિરણ કરીને ખુશ ખુશ થતો ભીમો, તેજુ પાસે પાથરેલા કંતાન ઉપર બેસી પડયોઃ ‘વાહ..તેજુ..વાહ રોટલો ચડે એની ખૂશબો તો મસ્ત મસ્ત આવે છે. આજે જાણે પેટના સાતમે પાતાળેથી ભૂખ ઉઘડી છે.
અષાઢના જામેલા ઘટાટોપ મેઘરવાની વચ્ચે વાદળા આપસમાં ટકરાય અને ત્રણ-ત્રણ કટકા થતી વીજળી ઝબૂકે એમ જ તેજુની આંખમાં પણ મોઘમ વીજળી ઝબૂકી ‘‘હા,ભૂખ તો આજે મારી ઉઘડી છે. છેક સાતમે પાતાળની…..’’ અને પછી ભીમા સામે આંખો નચાવી. ભીમાએ ઉભડક પગે થતા એના ગાલને ખેંચી જ લીધો,તેજુ ખડખડાટ હસી પડી અને કામૂકતાથી પતિ સામે તાકી રહી. ભીમો પત્નીની આ અદા ઉપર ઘાયલ થઈ બેઠો.
રાતનું અંધારુ ધીમેધીમે ઘટાટોપ થઈ ગયું હતું. બન્ને જણાએ એકજ થાળીમાં વાળુ કર્યુ. એઠા વાસણ ઉટકીને તેજુ જયારે ઓરડામાં આવી ત્યારે ભીમો તેની જ રાહ જાઈને જાણે બેઠો હતા. તેજુએ ગાદલા ઉપરનો ઓછાડ ઝાપટ્યો. ભીમો ખડકી સરખી રીતે બંધ કરી આવ્યો. ગાય અને બળદને વળી પાછી નીરણ નીરી. ઓંસરીમાં રહેલા સાંતીસંચ અને કાલે લાવેલા ખાતરની બેય થેલી ઓંસરીની કોરથી ઘસડીને પલળે નહી એમ સામેની ભેંત્યને અડતી મૂકી, બહારની લાઈટ બંધ કરીને અંદર આવ્યો. એક નજર ઢોલિયા ઉપર ફેંકી તેજુ તેની સામે જાઈને મારકણું હસી. ભીમાએ કમાડ બંધ કર્યા. આડી સાંકળ કરી. આગળિયો ભીડયો અને પછી ઢોલિયામાં આવીને બેઠો કે, તેજુએ તેને પોતાની તરફ ખેંચી લીધો.
ફલકુ ગાંડીતૂર બનીને ઓરડે ઉતરી આવી જાણે. બન્ને પ્રેમી પારેવડા એકબીજાની બાહુપાશમાં સમાઈ ગયા. તેજુએ પતિને હજી ઓરો ખેંચી લીધો અને પછી ભીમો તેની ઉપર ઝળૂંબ્યો. ભાદરવાની રાત જુવાન બની ગઈ. થોડીવાર પછી કાપડાની કસ બાંધતા ભીમાને ઠોંસો મારીને એણે પૂછયુઃ ‘એય,એક વાતની રજા આપશો?’’
‘‘ગાંડી, મારી ગાંડી રાણી……કઈ રજા? પિયર જવાની રજા?’’
‘‘ના, અરે મારે તરવાણીને મેળે જવુ છે. જવા દેશો? ’’
‘‘ભીમો ખડખડાટ હસી પડયોઃ ‘‘કોણ કોણ જાવ છો? કયારે જાવ છો? કોની હાર્યે જવાનું છે?!’’
‘અહીથી કૈલાસ, સામેવાળા રેનાભાભી અને અડખે પડખેની સાત આઠ છોકરીયુ.! આ તો કૈલાસ મળીતી. તે કહેતી હતી કે, બેન,આવીશ? આમપણ સામેવાળા રેનાભાભી અને તેની બેય નણંદે તો અઠવાડિયા પહેલા મને કહ્યુ હતુ કે, મારા ભાઈ ના પાડે તો મને કહેજા પણ તમારે આવવુ જ પડશે. કૈલાસ તો મારા મામાની દીકરી એનો ઘરવાળો હાર્યે આવતોય નથી, ને એકલી જાવા દેતોય નથી એટલે એણે મને કહ્યું જા કે, મે તો હા પાડી જ દીધી, ,પણ તમને તો પૂછવુ પડે ને? મારો ઘરવાળો રજા આપે તો જાઉને?’’ એમ કહીને બીજા ઠોંસો માર્યો. જવાબમાં ભીમાએ કમખાની કસ ફરીવાર આંચકો મારીને ખોલી નાખી અને પોતાની બાહુપાશમાં ફરીને લઈ લીધી. ભીમાએ કશું જ બોલ્યા વગર જાણે રજા આપી દીધી હતી. (ક્રમશઃ)