દિલ્હી કેપિટલ્સને ૬ વિકેટથી હરાવીને મહિલા પ્રીમિયર લીગ ૨૦૨૬ નો ખિતાબ જીત્યો. આ ઇઝ્રમ્નું બીજું ડબ્લ્યુપીએલ ટાઇટલ છે. ટાઇટલ જીત્યા પછી, આરસીબીને ક્રિકેટ જગતના દિગ્ગજા તરફથી સતત અભિનંદન મળી રહ્યા છે. ચાહકો સહિત ઘણા ક્રિકેટ દિગ્ગજાએ સોશિયલ મીડિયા પર ટીમને અભિનંદન પાઠવ્યા છે. આ દરમિયાન, વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આરસીબી મહિલા ટીમને તેમની સિદ્ધિ પર અભિનંદન આપ્યા. કોહલીએ આરસીબીને આ જીત માટે લાયક ગણાવ્યું.
આરસબીની જીત પછી, વિરાટ કોહલીએ એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી. તેણે ઇન્સ્ટાગ્રામ પર ટીમના ઉજવણીનો ફોટો શેર કરીને લખ્યું, “અમે ફરીથી ચેમ્પ્યન છીએ. ખેલાડીઓએ આરસીબીના ધ્વજને ઊંચો રાખ્યો છે, અને આ એક એવી સિદ્ધિ છે જેના પર તમે બધા ગર્વ કરી શકો છો. આ નોંધપાત્ર વિજય માટે સ્મૃતિ મંધાના, સમગ્ર ટીમ અને ટીમ મેનેજમેન્ટને હાર્દિક અભિનંદન. તમે બધા આ જીતને પાત્ર છો. આ ક્ષણનો આનંદ માણો અને અમારા અદ્ભુત ચાહકોનો પ્રેમ અનુભવો.”
આ પહેલી વાર છે જ્યારે એક જ ફ્રેન્ચાઇઝીએ આઇપીએલ અને ડબ્લ્યુપીએલ બંને ટાઇટલ જીત્યા છે. આરસીબી પુરુષોની ટીમ ગત આઇપીએલ ચેમ્પ્યન છે, જ્યારે મહિલા ટીમ ૨૦૨૬ માં ચેમ્પ્યન  બની હતી. આ ત્રણ વર્ષમાં આરસીબીની સતત ત્રીજી ટ્રોફી છે. આરસીબી ટીમે ૨૦૨૪ માં ડબ્લ્યુપીએલ, ૨૦૨૫ માં આઇપીએલ અને હવે ૨૦૨૬ માં ડબ્લ્યુપીએલ જીતી છે. કોહલી ૈં આઇપીએલની શરૂઆતથી આરસીબીનો ભાગ છે. તેણે આઇપીએલ ટ્રોફી જીતવા માટે ૧૭ વર્ષ રાહ જાઈ. તે ટીમના મહાન ખેલાડીઓમાંનો એક છે.
વિરાટ કોહલી ટેસ્ટ અને ટી ૨૦ આંતરરાષ્ટ્રીય  ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુક્યો  છે. તે હવે ફક્ત આઇપીએલ અને વનડે ફોર્મેટમાં જ રમે છે. વિરાટ કોહલી ફરી એકવાર આઇપીએલ ૨૦૨૬ માં આરસીબી માટે રમશે. વિરાટ હાલમાં ઉત્તમ ફોર્મમાં છે અને આઇપીએલમાં તે ફોર્મ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આરસીબી ફ્રેન્ચાઇઝી આ સિઝનમાં તેના આઇપીએલ ટાઇટલને બચાવવાનું લક્ષ્ય રાખશે.