ખૂનના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા કેદીએ જામીન પર રજા મેળવ્યા બાદ ફરાર થઇ જતા અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે કેદીને પકડી પાડ્યો હતો.
અમરેલી એલસીબી ટીમ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ખૂનના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો ચિત્તલનો પાકા કામનો કેદી લખધીરસિંહ ઉર્ફે ભીખો કાળુભાઈ સરવૈયા (ઉ.વ.૪૨) જાફરાબાદ તાલુકાના રોહીસા ગામે બસ સ્ટેશન પાસે છે. જે બાદ પોલીસે તેને ઝડપી પાડ્‌યો હતો. આરોપીને તા.૨૪-૦૪-૨૦૨૨ થી તા.૦૮-૦૫-૨૦૨૨ એમ ૧૫ દિવસના વચગાળાના જામીન મળ્યા હતા. જામીન પૂરા થયા બાદ તે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાના બદલે ફરાર થઈ ગયો હતો.