ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે કહ્યું કે તમામ વિરોધ પક્ષ એક મંચ પર આવી જશે તો પણ ભાજપ ઉત્તરપ્રદેશમાં ૩૦૦થી વધુ બેઠકો જીતી ફરીથી સરકાર બનાવશે.નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે નુરપુરમાં જોહેરસભાને સંબોધીત કરી પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે સપા,બસપા,કોંગ્રેસ,લોકદળ અને ઓવૈસી બધા મળી જોય તો પણ ૨૦૨૨માં ભાજપ ૩૦૦થી વધુ બેઠકો જીતી એકવાર ફરી સરકાર બનાવશે પ્રદેશમાં ભાજપની લહેર છે.કોંગ્રેસમાં ફકત ફોટો ખેંચાવનારા રહી ગયા છે અને સમાજવાદી પાર્ટીથી ગુંડા,માફિયા અને અપરાધીઓને માઇનસ કરી દેવામાં આવે તો સપા ઝીરો છે.
સપા લોકદળના ગઠબંધન પર નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે પહેલા પણ ૨૦૧૯માં આ બંન્ને પક્ષો સાથે આવ્યા છે અને તેનું પરિણામ બધાની સામે છે.સપા,બસરા કોંગ્રેસ જોણે છે કે ભાજપ ફરી સરકાર બનાવવા જઇ રહી છે આથી તેઓ ગભરાઇ ગયા છે.ભાજપના ધારાસભ્યના ઉદ્‌ધાટનની સમયે નાળિયેરની જગ્યા નવનિર્માણ માર્ગ જ તુટી જવાની ધટના પર કહ્યું કે જે દોષિત હશે તેની સારવાર કરવામાં આવશે આ પહેલા નાયબ મુખ્યમંત્રીએ ૧૯૩.૨૧ કરોડના ખર્ચથી ૨૩૩ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરતા જયોતિબા ફુલે અને કાશીરામના નામ પર માર્ગનું નામ રાખવા અને જન નાયક કર્પુરી ઠાકુરના નામ પર અતિથિ ગૃહનું નામ રાખવાની જોહેરાત કરી હતી.સહારનપુરમાં ૨૯૨ કરોડના ખર્ચે બનનાર ૧૧૫ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા બાદ સહારનપુરમાં એક કાર્યક્રમમાં મૌર્યે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત વર્ષમાં સાત દિવસની રજો લીધી નથી તેમણે કહ્યું કે મોદી ન હોત તો અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર ન બનેત,જમ્મુ કાશ્મીરથી કલમ ૩૭૦ ન હટી હોત,મોદીજીની સરકાર પહેલા બીજી સરકાર એ ખુદ માનતી હતી કે કેન્દ્ર ગરીબોના વિકાસ માટે એક રૂપિયો મોકલે છે તો ગરીબ સુધી ૧૫ પૈસા પહોંચતા હતાં પરંતુ મોદીજી અને યોગીજીની સરકારમાં આખો રૂપિયા ગરીબની પાસે પહોંચી રહ્યો છે.