ફતેપુર પાસે ઠેબી નદીના કાંઠે બૂટલેગરો ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવી રહ્યા હોવાની બાતમી મળતા અમરેલી તાલુકા પોલીસ, ન્ઝ્રમ્ સહિતની ટીમ ત્રાટકી હતી. બુટલેગરે ભઠ્ઠી માટે એવી જગ્યા પસંદ કરી છે કે જ્યાં એક બાજુ નદી અને એક બાજુ કચરાના ગંજનો મેદાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લાઠી-અમરેલીમાં ચૂંટણીના સમયે આચારસંહિતા લાગુ હોય તેમ છતાં લાઠીની સરકારી કચેરીના પટાંગણમાં દારૂની બોટલો અને અમરેલીમાં દેશી દારૂ ભઠ્ઠીઓ ધમધમી રહી છે ત્યારે લોકોમાં આ ચર્ચાનો વિષય બન્યો છે.