અમરેલીના ફતેપુર ગામે ભાજપ પરિવાર દ્વારા એક ટીફીન મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. વિધાનસભાના નાયબ મુયખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક મળી હતી.બેઠકમાં અશ્વિનભાઈ સાવલીયા, વનરાજભાઈ કોઠીવાળ, જલ્પેશભાઈ મોવલીયા સહિત ભાજપ પરિવારના સર્વ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં કાર્યકર્તાઓને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સરકારે મેળવેલ સિદ્ધિઓ વિશે જણાવવામાં આવ્યું હતુ. આ તકે સંગઠનને મજબુત કરવા અને આગામી લોકસભાની ચૂંટણી વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.