એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, મહારાષ્ટÙ સરકારે રાજ્યભરની બધી શાળાઓમાં રાષ્ટÙગીત ‘વંદે માતરમ’નું સંપૂર્ણ ગાન ફરજિયાત બનાવ્યું છે. સ્વર્ગસ્થ બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચિત આ ઐતિહાસિક ગીતની રચનાની ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.સરકારી આદેશ મુજબ, અત્યાર સુધી શાળાઓમાં સામાન્ય રીતે ‘વંદે માતરમ’ ના ફક્ત પહેલા બે શ્લોકો ગવાતા હતા. જાકે, ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ (કાર્તિક શુદ્ધિ નવમી) ના રોજ, ગીતની રચનાની ૧૫૦મી વર્ષગાંઠ ઉજવવામાં આવશે. આ પ્રસંગે, બધી શાળાઓમાં સંપૂર્ણ વંદે માતરમ ગીત ગવાશે.વધુમાં, શાળાઓને ‘વંદે માતરમ’ ના ઇતિહાસ પર આધારિત પ્રદર્શનો યોજવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓને આ રાષ્ટÙગીતની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને મહત્વ વિશે શિક્ષિત કરી શકાય. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ઝુંબેશ ૩૧ ઓક્ટોબરથી ૭ નવેમ્બર, ૨૦૨૫ સુધી રાજ્યભરની તમામ શાળાઓમાં ચલાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, પ્રદર્શનની સાથે સમગ્ર ‘વંદે માતરમ’ ગવાશે. સરકારે આ નિર્ણય સંબંધિત સંદર્ભ પત્રની એક નકલ શિક્ષણ વિભાગને પણ મોકલી છે, અને તમામ શૈક્ષણિક સંસ્થાઓને આ આદેશનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.આ સરકારી આદેશ પર સમાજવાદી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની એઆઇએમઆઇએમ શું વલણ અપનાવે છે તે જાવાનું બાકી છે. અગાઉ, કેટલાક પક્ષોએ આખું વંદે માતરમ ગાવાનો વિરોધ કર્યો હતો; તેઓ અગાઉ ફક્ત બે શ્લોક ગાવા માટે સંમત થયા હતા.








































