શિવસેના યુબીટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટÙના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર આકરા પ્રહારો કર્યા હતા. ફડણવીસની ટીકા કરતાં તેમણે કહ્યું કે તેઓ ૧૦૦ જન્મ લેશે તો પણ તેઓ સમજી શકશે નહીં કે શરદ પવારના મનમાં શું ચાલી રહ્યું છે. સંજય રાઉતની આ ટિપ્પણી દેવેન્દ્ર ફડણવીસની ટિપ્પણી બાદ આવી છે, જેમાં તેમણે દાવો કર્યો હતો કે શરદ પવારે વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ માટે ત્રણથી ચાર નામ પસંદ કર્યા હતા. તેમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું નામ સામેલ નહોતું.
સંજય રાઉતે કહ્યું કે વર્ષ ૨૦૧૯માં શું દેવેન્દ્ર ફડણવીસને ખબર હતી કે શરદ પવારના મનમાં શું ચાલી રહ્યું છે? જા તે ૧૦૦ વાર જન્મ લેશે તો પણ તે સમજી શકશે નહીં કે શરદ પવારના મનમાં શું ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે જા રાજ્યમાં સત્તાધારી પક્ષ અને ગઠબંધનમાં હિંમત હોય તો તેમણે ચૂંટણી કરાવવી જાઈએ.
સંજય રાઉતે આરોપ લગાવ્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ પક્ષોનું નેતૃત્વ કરતા પરિવારો વચ્ચે ભાગલા પાડવાનું કાવતરું ઘડ્યું હતું.
આ આરોપ મહારાષ્ટÙના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના તાજેતરના નિવેદન પછી આવ્યો છે, જેમાં અજિત પવારે કહ્યું હતું કે સમાજ તેમના પરિવારોને તોડનારાઓને પસંદ નથી કરતો.અજિત પવારે ગઢચિરોલીમાં એક રેલીમાં કહ્યું કે તેમણે રાજ્ય મંત્રી ધરમરાવ બાબા આત્રામની પુત્રી ભાગ્યશ્રીને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપીમાં જાડાતાં રોકવાનો પ્રયાસ કર્યો હતો.સંજય રાઉતે અજિત પવાર પર વળતો પ્રહાર કર્યો અને પૂછ્યું કે મહારાષ્ટÙમાં રાજકીય પક્ષો અને પરિવારોને તોડવાનું ષડયંત્ર કોણે ઘડ્યું હતું. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહે પરિવારો અને રાજકીય પક્ષોમાં ભાગલા પાડવાનું કાવતરું ઘડ્યું હતું. એકનાથ શિંદે અને અજિત પવાર તેના શિકાર બન્યા.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે અને ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. મહાગઠબંધનની વાત કરીએ તો મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને વાતચીત ચાલી રહી છે. જા કે, હજુ સુધી બંને વચ્ચે કોઈ ગઠબંધનમાં કોઈ સહમતિ સધાઈ નથી કે સીએમ પદનો ચહેરો કોણ હશે?