ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈને મહારાષ્ટ્રમાં ચાલી રહેલુ રાજકારણ અટકવાનું નામ લઈ રહ્યું નથી. આજે નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. નવાબ મલિકે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસના આર્શીવાદથી મહારાષ્ટ્રમાં ખંડણી અને નકલી નોટોનો કારોબાર ચાલી રહ્યો હતો. નવાબ મલિકે સમીર વાનખેડેનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે પૂર્વ સીએમ અધિકારી વાનખેડેને બચાવવાની કોશિશ કરી રહ્યાં છે કારણ કે તે તેમના નજીકના છે.
નવાબ માલિકે ફડણવીસ સામે પલટવાર કરતાં આરોપ લગાવ્યા છે. નવાબ માલિકે વધુમાં કહ્યું હતું કે હૈદર આઝમ નામના નેતાને ફડણવીસે ફાઇનન્સ કોર્પોરેશનનો અધ્યક્ષ બનાવ્યો હતો. જ્યારે તે બાંગ્લાદેશના લોકોને મુંબઈમાં વસાવવા માટેનું કામ કરતો હતો. તેની બીજી પત્ની બાંગ્લાદેશી છે. જેની માલડ પોલીસ તપાસ કરી રહી છે. કહેવામા આવી રહ્યું છે કે જ્યારે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે સીએમ ઓફિસેથી ફોન કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ મામલાણે ભીનો સંકેલી લેવામાં આવ્યો.
નકલી નોટોનું કનેક્શન આઇએસઆઇ અને પાકિસ્તાન-બાંગ્લાદેશ સાથે હતું. મુંબઈના ઈમરાન આલમ શેખ અને પુણેના રિયાઝ શેખ ઉપરાંત નવી મુંબઈમાં પણ એકની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ૧૪ કરોડ ૫૬ લાખની જપ્તીને ૮ કરોડ ૮૦ લાખ હોવાનું જણાવી મામલો દબાવી દીધો હતો. મલિકે કહ્યું કે જે અધિકારી પર અમે આરોપો લગાવી રહ્યા છીએ તેને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે કારણ કે દેવેન્દ્રજીના નવાબ મલિકે કહ્યું કે જ્યારે ૮ નવેમ્બર, ૨૦૧૬ ના રોજ નોટબંધી થઈ ત્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આતંકવાદ, નકલી નોટો, કાળાં નાણાંને ખતમ કરવા માટે નોટબંધી કરવામાં આવી રહી છે. આ પછી દેશભરમાંથી નકલી નોટો પકડાઈ. પરંતુ ૮ ઓક્ટોબર ૨૦૧૭ સુધી મહારાષ્ટ્રમાં એક પણ નકલી નોટનો મામલો સામે આવ્યો ન હતો. કારણ કે દેવેન્દ્રના રક્ષણમાં નકલી નોટોનો ખેલ ચાલી રહ્યો હતો. ૮ ઑક્ટોબર ૨૦૧૭ના રોજ ઇન્ટેલિજન્સ રેવન્યુના ડિરેક્ટરે બીકેસી ખાતે દરોડો પાડ્યો હતો, જેમાં ૧૪ કરોડ રૂપિયાની નકલી નોટો પકડાઈ હતી.
પાકિસ્તાનની નકલી નોટો ભારતમાં ચલાવાઈ, કેસ નોંધાય તો પણ થોડા દિવસોમાં જોમીન મળી જોય છે. આ મામલો એનઆઇએને આપવામાં આવ્યો નથી. આ નકલી નોટો ક્યાંથી આવી રહી હતી, તેની તપાસ ક્યારેય આગળ વધતી નથી. નકલી નોટોનું રેકેટ ચલાવનારાઓને તત્કાલિન સરકારનું રક્ષણ મળી જતું હતું.
નકલી નોટો ચલાવવાના આરોપી ઈમરાન આલમ શેખને ૬ મહિના પછી લઘુમતી આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. દેવેન્દ્રજી, તમે મુન્ના યાદવને અધ્યક્ષ બનાવાયા. આ કુખ્યાત ગુન્ડા છે, કે બાંગ્લાદેશીઓને આ દેશમાં સ્થાયી કરાવે છે. તે કોઈપણ પાર્ટીમાં રહ્યો હોય, તે કામ તમારા માટે કરે છે. તમે રાજકારણનું અપરાધીકરણ કર્યું છે.
મલિકે કહ્યું કે દેવેન્દ્ર જી બીજોને કહી રહ્યા છે કે અંડરવર્લ્‌ડ કનેક્શનના લોકો છે. દેવેન્દ્રજી અમે આપને પૂછવા માંગીએ છીએ કે જે અંડરવર્લ્‌ડ સાથે જોડાયેલા છે. જે મોટા મોટા ગુનેગારો છે, તમે મુખ્યપ્રધાન રહીને એ બધા લોકોને સરકારી બોર્ડ અને સરકારી કમિશનના અધ્યક્ષ કેમ બનાવ્યા?
નવાબ મલિકે આરોપ લગાવ્યા હતા કે રિયાઝ ભાટી સહાર એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે ઝડપાયો હતો, તે વડાપ્રધાનના કાર્યક્રમ સુધી કેવી રીતે પહોંચ્યો?
અમે તમને પૂછવા માંગીએ છીએ કે રિયાઝ ભાટી કોણ છે? ૨૯ ઓક્ટોબરે તે સહાર એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે ઝડપાયો હતો. જેના પર દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ હોવાના આરોપ હતા. આખું શહેર જોણતું હતું કે રિયાઝ ભાટી કોણ છે. જો ડબલ પાસપોર્ટ સાથે કોઈ વ્યક્તિ ઝડપાય છે અને ૨ દિવસમાં જ મુક્ત થઈ જોય છે તો તેની પાછળ શું રાજરમત છે તે જોણવા માંગીએ છીએ.