દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ અંગેનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. રાજકીય પક્ષના નેતાઓ પણ આ બાબતે નિવેદનો આપી રહ્યા છે. આમ આદમી પાર્ટી દિલ્હીના પ્રદેશ પ્રમુખ સૌરભ ભારદ્વાજે નિવેદન આપ્યું છે. સૌરભ ભારદ્વાજે કહ્યું કે યમુના કિનારે છઠ પૂજાની ઉજવણી હોય કે દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોય, બંને બાબતો કોર્ટની સીધી દેખરેખ હેઠળ છે.સૌરભ ભારદ્વાજે કહ્યું કે લગભગ એક મહિના પહેલા, જસ્ટીસ બી.આર. ગવઈએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું હતું કે જા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે, તો તે ફક્ત એનસીઆરમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં લાગુ થવો જાઈએ. ભારદ્વાજે કહ્યું કે સુપ્રીમ કોર્ટે અગાઉ ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો હતો, અને હવે તે જ કોર્ટ પ્રતિબંધ ઉઠાવી શકે છે અથવા ચાલુ રાખી શકે છે.




































